________________
સૂત્ર-૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
પપ આ જ સારું છે કે જેથી મને પરોક્ષ આક્રોશ કરે છે, પ્રત્યક્ષ આક્રોશ કરતો નથી. આથી આ જ લાભ છે. આ લૌકિક કહેવત છે કે- “આ જ મારો લાભ છે.” આ પ્રમાણે બધા સ્થળે(=બધા પદોમાં) વ્યાખ્યા કરવી.
વળી બીજું- કયા આલંબનનો આશ્રય કરીને ક્ષમા કરવી જોઇએ તે કહેવાય છે–
વ ત્તાસ્થા માત્ર તિ અન્ય જન્મમાં ગ્રહણ કરેલા (એથી જ) પોતે કરેલા કર્મનો આ વિપાક(ત્રફળ) છે કે જેથી બીજો મને આક્રોશ કરે છે અને મારે છે. તે તો કર્મોદયમાં માત્ર નિમિત્ત છે. કારણ કે ભગવાને કર્મના ઉદયને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાવાળો કહ્યો છે. પોતે કરેલું નિકાચિત કર્મ અવશ્ય અનુભવવું પડે છે અથવા તપથી (કર્મનો) ક્ષય કરવો પડે છે. આથી ક્ષમા કરવી જ જોઈએ.
“ક્ષમાપુનાંશ' ફત્યાતિ, જ્ઞાનાદિની વૃદ્ધિના કારણો એવા અનાયાસ વગેરે ક્ષમાના ગુણો છે. ક્ષમાના ગુણોને વિચારીને ક્ષમા જ કરે. (અનાયાસ શબ્દનો અર્થ આ પ્રમાણે છે-) દુઃખનું કારણ એવી પ્રહાર કરવામાં સહાયક બને તેવા પુરુષની શોધ કરવી, પ્રહાર કરવાનો સંકલ્પ કરવો, આવેશના કારણે આંખો લાલ થવી, પસીનાના વેગવાળા પ્રવાહથી આકુલ બનવું, પ્રહારની વેદના વગેરે વિશેષ પ્રકારની ચેષ્ટા આયાસ(=પરિશ્રમ) છે. તેનાથી વિપરીત અનાયાસ છે, અર્થાત્ અનાયાસ એટલે સ્વસ્થતા. આદિ શબ્દનું ગ્રહણ કર્યું હોવાથી આયાસ નિમિત્તે થતા કર્મબંધનો અને પ્રાયશ્ચિત્તનો અભાવ, શુભધ્યાનના અધ્યવસાયો, પરની સમાધિનું ઉત્પાદન=પરને સમાધિનું પ્રદાન) પરની સમાધિનું ઉત્પાદન કરવાના કારણે અંતરાત્માની પ્રસન્નતા વગેરેનું ગ્રહણ કરવું. આ પ્રમાણે ચિંતન કરીને ક્ષમા કરનારને (અનેક) ગુણો પ્રાપ્ત થાય છે. આથી ક્ષમા કરવી જોઈએ. આ પ્રમાણે ક્ષમાધર્મ છે.
મૃદુ એટલે અક્કડતાથી રહિત. મૃદુનો ભાવ અથવા મૂદુનું કાર્ય તે માઈવ. માર્દવનું લક્ષણ જણાવવા માટે કહે છે