________________
૫૪.
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૬ “ોધવોષવિન્તનાવ રૂત્યાદિ કષાયના પરિણામવાળો જીવ વિશેષથી દ્વેષી બનીને કર્મ બાંધે છે અથવા બીજાને મારે છે કે બીજાની હત્યા કરે છે. તેથી પ્રાણાતિપાતથી નિવૃત્તિરૂપ વ્રતનો લોપ થાય છે. ગુરુ ઉપર ખોટો આરોપ મૂકે. એથી મોક્ષનાં સાધન જ્ઞાન વગેરેની ઘણી હાનિ અવશ્ય થાય અથવા ગુસ્સે થયેલો તે સ્મૃતિભ્રષ્ટ થવાથી પ્રવ્રજ્યાનો સ્વીકાર કર્યો છે એ ભૂલી જાય એથી અસત્ય પણ બોલે, બીજાએ નહિ આપેલું પણ લે. દ્વેષથી પરતીર્થિક પરિવ્રાજિકાઓમાં બ્રહ્મવ્રતનો ભંગ પણ કરે તથા અત્યંત દ્વેષી બનેલો તે સહાયની(=મને સહાય કરે છે એવી) બુદ્ધિથી વિરતિરહિત ગૃહસ્થોમાં મૂચ્છ પણ કરે. આદિ શબ્દથી કરડક મુનિની જેમ ઉત્તરગુણનો ભંગ કરે. આહાર ન મળે તો માસક્ષમણ કરનારા મુનિની જેમ ઉત્તરગુણનો ભંગ કરે. વળી ક્ષમા કરવામાં બીજું આલંબન શું છે તે કહે છે–
વાર્તસ્વમાન્તિનાવ બાલશબ્દ અવિધેય(=અજ્ઞાનજીવ)ને કહેનારો છે, વયની અવસ્થાને કહેનારો નથી. તે પ્રમાણે જ ભાષ્યકાર કહે છે- બાલ એટલે મૂઢ, અર્થાત્ વિવેકથી રહિત. મૂઢ હોવાના કારણે બાળજીવનો આ સ્વભાવ છે કે ગમે તેમ બોલવું. બાળના સ્વભાવનું આલોચન=ચિંતન કરવું જોઇએ. તેના ચિંતનથી( તેનું ચિંતન કરીને) ક્ષમા કરવી જ જોઈએ. શબ્દ સમુચ્ચયના અર્થમાં છે. “ઉત્તરોત્તરક્ષાર્થન રૂતિ પરોક્ષ આક્રોશથી પ્રત્યક્ષ આક્રોશ ઉત્તર (પછીનું) છે. પ્રત્યક્ષ આક્રોશથી તાડન ઉત્તર છે. તાડનથી મારણ ઉત્તર છે, મારણથી ધર્મભ્રંશ ઉત્તર છે. પરોક્ષ આક્રોશ કરનારાઓની ઉપર ક્ષમા કરવાથી પ્રત્યક્ષ આક્રોશ રક્ષણ કરાયેલું થાય છે. એ પ્રમાણે પછી પછીમાં પણ જાણવું. આક્રોશ કરનારની મારા ઉપર થોડી પણ મહેરબાની છે કે જેથી પરોક્ષ આક્રોશ કરે છે, પ્રત્યક્ષ આક્રોશ કરતો નથી. હિટ્સ એવો પ્રયોગ ત્રીજી વિભક્તિ એકવચનનું રૂપ છે, નિપાત છે, મહેરબાની એવા અર્થને કે પ્રશંસા એવા અર્થને કહેનારો છે. આ જ મારા ઉપર મહેરબાની છે અથવા