________________
સૂત્ર-પ
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૯
સઘળો પણ કુશળ સંકલ્પ મનોગુપ્તિ છે. અથવા સરાગસંયમાદિ કુશળ સંકલ્પમાં પ્રવૃત્તિ ન થાય અને સંસારનું કારણ એવા અકુશળ સંકલ્પમાં પણ પ્રવૃત્તિ ન થાય તે મનોગુપ્તિ છે. યોગનિરોધ અવસ્થામાં બંને પ્રકારના સંકલ્પનો અભાવ હોવાથી જ (કુશળાકુશળ સંકલ્પના અભાવરૂપ) મનોગુપ્તિ હોય છે. યોગનિરોધની અવસ્થાના કાળે ધ્યાન હોવાથી સર્વ કર્મોનો ક્ષય કરનારા જ આત્માના પરિણામ હોય છે. (૯-૪)
टीकावतरणिका - एवं कायादिनिरोधात्तन्निमित्तकर्म्माश्रवणेऽसति संवरप्रसिद्धिरुक्ता, सम्प्रति चेष्टावतोऽपि संवरसिद्ध्यर्थमिमाः पञ्च समितयोऽभिधीयन्ते, आह च
" तद्गुणपरिशुद्ध्यर्थं भिक्षोर्गुप्तीर्जगाद तिस्रोऽर्हन् । चेष्टितुकामस्य पुनः समिती: प्राजिज्ञपत् पञ्च ॥१॥"
ટીકાવતરણિકાર્થ આ પ્રમાણે કાયાદિના નિષેધથી તેના નિમિત્તે કર્માસ્રવ બંધ થયે છતે સંવરની સિદ્ધિ કહી. હવે ક્રિયાવાળા પણ આત્માના સંવરની સિદ્ધિ માટે આ પાંચ સમિતિઓ કહેવાય છે. કહ્યું છે કે- “અરિહંત ભગવાને સાધુના સંવરગુણની વિશુદ્ધિ માટે ત્રણ ગુપ્તિઓ કહી છે. ચેષ્ટા(=ક્રિયા) કરવાની ઇચ્છાવાળા સાધુની પાંચ સમિતિઓ જણાવી છે.”
સમિતિઓનું વર્ણન– ईर्याभाषैषणाऽऽदाननिक्षेपोत्सर्गाः समितयः ॥ ९-५॥ સૂત્રાર્થ— ઇર્યા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને ઉત્સર્ગ એ પાંચ સમિતિઓ છે. (૯-૫)
भाष्यं - सम्यगीर्या सम्यग्भाषा सम्यगेषणा सम्यगादाननिक्षेपौ सम्यगुत्सर्ग इति पञ्च समितयः । तत्रावश्यकायैव संयमार्थं सर्वतो युगमात्रनिरीक्षणायुक्तस्य शनैर्न्यस्तपदा गतिरीर्यासमितिः । हितमितासंदिग्धानवद्यार्थनियतभाषणं भाषासमितिः । अन्नपानरजोहरणपात्रचीवरादीनां धर्मसाधनानामाश्रयस्य चोद्गमोत्पादनैषणादोषवर्जनमेषणासमितिः । रजोहरणपात्रचीवरादीनां पीठफलकादीनां चावश्यकार्थं निरीक्ष्य प्रमृज्य