________________
૧૦ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૩ ___ तपो द्वादशविधं वक्ष्यत इत्यादि भाष्यं, द्वादश विधा:-प्रकारा यस्य तद्द्वादशविधं तपः उपरिष्टादिहैवाध्यायेऽभिधास्यते, बाह्यमनशनादि षोढा अभ्यन्तरं च प्रायश्चित्तादि षोढा, तेन द्वादशभेदेन तपसा करणतामापन्नेनोक्तलक्षणः संवरो भवति, आगन्तुककाभावप्रतिपादनं, निर्जरा च भवतीति, चिरन्तनबद्धकाभावप्रतिपत्तिः, एवमिदमुभयस्य संवरनिर्जरालक्षणस्य हेतुभूतं तपो भवतीति । आह अस्मिन् भारते वर्षे साम्प्रतिकपुरुषाणामल्पवीर्यत्वात् सकलयोगनिरोधलक्षणसंवरात्यये गुप्त्यादिसामर्थ्यात् परिस्पन्दवतामपि संवरास्तित्वमाश्रीयते यदि ततस्त एव स्वरूपतोऽभिधेया इति क्रमेण गुप्त्यादिस्वरूपनिर्णयः कार्यः, तत्र तावत् गुप्तिस्वरूपमेवोच्यते-सम्यग्योगनिग्रहो गुप्तिः भाष्यकारस्त्वन्यथा कियता विशेषेण सम्बन्धमाह ॥९-३॥
ટીકાર્થ-તપ સંવર-નિર્જરા ઉભયનું કારણ હોવાથી તપનો સંબંધ અલગ કર્યો છે. તપથી નવા કર્મના પ્રવેશનો અભાવ થાય છે અને પૂર્વે એકઠા કરેલા કર્મનો ક્ષય થાય છે. જે તપાય=સેવાય તે તપ અથવા કરનારને જે તપાવે તે તપ. તપસા એ પ્રમાણે ત્રીજી વિભક્તિ કરણમાં છે. નિર્જરવું તે નિર્જરા, અર્થાત્ વિપાકને પામેલા કર્માણુઓનો ક્ષય થવો તે નિર્જરા.
તાત્પર્યાર્થ- સેવાતા તપ વડે કર્મો આત્મપ્રદેશોથી છૂટા પડી જાય છે અથવા કરનારને તપ સંતાપ કરનારો હોવાથી શુષ્કરસવાળું કર્મ અતિશય રૂક્ષ હોવાથી સ્નેહરહિત બનેલું (કર્મરૂપ) બંધન તૂટી જાય છે.
શબ્દ પ્રસ્તુત સંવરનો અનુકર્ષ કરે છે. તપથી નિર્જરા અને સંવર કરાય છે. અનશન-પ્રાયશ્ચિત્ત-ધ્યાન આદિ તપથી યુક્ત અવશ્ય બંધ કરેલા આશ્રવદ્વારવાળો હોય છે.
તપ દ્વાશવિઘં વક્ષ્ય ઇત્યાદિ ભાષ્ય છે. બાર પ્રકારો જેના છે તે બાર પ્રકારનો તપ. બાર પ્રકારનો તપ આગળ આ જ અધ્યાયમાં કહેવાશે. બાહ્યત: અનશન વગેરે છ પ્રકારનો છે. અત્યંતરતા પ્રાયશ્ચિત્ત વગેરે છ પ્રકારનો છે. કારણતાને પામેલા તે બાર પ્રકારના તપથી જેનું લક્ષણ પૂર્વે કહ્યું છે તે સંવર થાય છે. આનાથી આવનારા કર્મોના અભાવનું