________________
સૂત્ર-૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ છે. ચારિત્ર સુધીના ગુપ્તિ આદિ શબ્દોનો સમાસ છે. આ કરણરૂપ ગુપ્તિ આદિથી સંવર પ્રાપ્ત કરાય છે. હવે ભાષ્યને અનુસરવામાં આવે છે
તદ્ શબ્દ પ્રસ્તુત સંવરનો સંબંધ કરવા માટે છે. સંવર આસ્રવનિરોધરૂપ છે. ઉષ એ પદથી મનમાં સ્થાપિત કરાયેલો સંવર જણાવ્યો છે. આ કરણરૂપ ગુપ્તિ આદિ ઉપાયોથી સંવર થાય છે, અર્થાત્ (સંવરના) સ્વરૂપને પામે છે.
પ્રશ્ન– ગુપ્તિ આદિ કેવી રીતે કરણરૂપને પામે છે? અર્થાતુ સંવરના કરણ કેવી રીતે બને છે?
ઉત્તર- રાગદ્વેષના પરિણામરૂપ આર્ત-રૌદ્રધ્યાનના અધ્યવસાયથી મનને અટકાવીને જેની આ લોક-પરલોક સંબંધી વિષયોની ઇચ્છા દૂર થઈ છે તેનું મન ગુપ્ત હોવાથી જ રાગાદિના નિમિત્તે કર્મનો આસ્રવ નહિ કરે. સંવરથી રહિત અને અસપ્રલાપ કરનારને પણ અપ્રિયવચન આદિ નિમિત્તથી વાણી સંબંધી જે કર્મ બંધાય છે તે કર્મ વાણીના વ્યાપારથી રહિતને કે શાસ્ત્રમાં કહ્યું છે તે પ્રમાણે બોલનારને બંધાતું નથી. કેમકે વાણીથી પણ ગુપ્ત જ છે. ચંચળ જીવને દોડવું-કૂદવું, અપ્રત્યુપેક્ષિતઅપ્રમાર્જિત પૃથ્વીપ્રદેશમાં ફરવું, અન્ય વસ્તુને લેવી-મૂકવી વગેરે નિમિત્તે આત્મામાં જે કાયિક કર્મ લાગે છે તે કર્મ કાયોત્સર્ગમાં રહેલા અથવા હિંસાદિ દોષવાળી ક્રિયાને તજી દેનારા જીવને લાગતું નથી. કારણ કે કાયાથી ગુપ્ત છે. આ પ્રમાણે ત્રણ યોગના નિગ્રહરૂપ ત્રણ ગુપ્તિઓ સંવરનું કરણ થાય છે. સમિતિઓ પણ પ્રાયઃ ગુણિરૂપ જ છે. કારણ કે સમિતિઓ ક્રિયારૂપ છે અને ક્રિયા કાયા-વચન-મનનો વ્યાપાર છે. તેમાં ઇ-આદાનનિક્ષેપ-ઉચ્ચારાદિ ત્યાગ એ ત્રણ કાયાના વ્યાપારની અંતર્ગત છે. એષણાસમિતિ મનોવ્યાપારને અનુસરનારી છે. ભાષાસમિતિ વાણીના વ્યાપારરૂપ છે.
પૂર્વપક્ષ ભાષાસમિતિ વાણીના વ્યાપારરૂપ હોવાથી એનો વચનગુપ્તિમાં સમાવેશ થઈ જાય છે તેથી અલગ ભાષાસમિતિ કહેવાની જરૂર નથી.