________________
૨૯૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૫૦ લેશ્યાલાર– લેશ્યા શબ્દનો વ્યુત્પત્તિથી થતો અર્થ પૂર્વે (અ.૨ સૂ.૬ માં) કહ્યો છે. પરમઋષિઓએ કહેલા ક્રમની પ્રામાણિકતાથી પુલાકને ઉત્તરા(પછીની ત્રણ એટલે તૈજસ, પદ્મ, શુક્લ) લેશ્યા હોય છે. બકુશ અને પ્રતિસેવનાકુશીલને બધીય વેશ્યાઓ હોય છે. પ્રશ્ન– બધી એટલે કેટલી?
ઉત્તર– છ એ પણ હોય છે. પરિહારવિશુદ્ધિ સંયમને પ્રાપ્ત થયેલા કષાયકુશીલને આ જ ત્રણ(Fછેલ્લી ત્રણ) હોય છે. સૂક્ષ્મસંપરાય સંયમને પ્રાપ્ત થયેલા કષાયકુશીલ, નિગ્રંથ અને સયોગી સ્નાતક એ ત્રણેયને પણ કેવળ એક શુક્લલેશ્યા જ હોય છે.
શૈલેશીને પામેલા અયોગી કેવલી તો નિયમા વેશ્યા રહિત જ હોય છે.
ઉપપાતકાર- ઉપપાત એટલે ઉત્પત્તિ. ઉત્પત્તિ એટલે કે અન્ય જન્મની પ્રાપ્તિ, અર્થાત્ પૂર્વજન્મના ત્યાગથી અન્ય સ્થાનની પ્રાપ્તિ. પુલાકની ઉત્પત્તિ (મરણ પછી થનારો જન્મ) અઢાર સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સહસ્ત્રાર (દેવલોક)માં થાય છે. બકુશ અને પ્રતિસેવનાકુશીલની ઉત્પત્તિ બાવીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અય્યત (દેવલોક)માં થાય છે. કષાયકુશીલ અને નિગ્રંથની ઉત્પત્તિ તેંત્રીસ સાગરોપમની સ્થિતિવાળા સર્વાર્થસિદ્ધ (દેવલોક)માં થાય છે. પુલાકથી માંડી ઉપશાંત નિગ્રંથ સુધીના બધાય (નિગ્રંથો)ની જઘન્યથી પહેલા દેવલોકમાં ૨ થી ૯ પલ્યોપમની સ્થિતિવાળા દેવોમાં ઉત્પત્તિ થાય છે. સ્નાતકને તો મોક્ષની જ પ્રાપ્તિ થાય છે.
સ્થાનદ્વાર– હવે સ્થાનદ્વાર વિચારાય છે “ ધ્યેયનિ” રૂત્યાદ્રિ સ્થાન એટલે અધ્યવસાયસ્થાન કે સંયમસ્થાન. અધ્યવસાયસ્થાન અને સંયમસ્થાન એ પર્યાયવાચી શબ્દો છે. તેમાં જ્યાં સુધી કષાય સહિત છે ત્યાં સુધી સંક્લેશની વિશુદ્ધિ અવશ્ય થાય. ક્ષીણકષાય નિગ્રંથને તો વિશુદ્ધિ જ હોય છે. સંક્લેશ હોતો નથી. તેમાં સકષાયને અસંખ્ય સંયમસ્થાનો હોય છે. તેમાં પહેલાં સંયમસ્થાનનું પર્યાયપરિમાણ