________________
સૂત્ર-૫૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૯૩
પ્રકારના પચ્ચક્ખાણમાંથી કોઇ એક પચ્ચક્ખાણનું પ્રતિસેવન કરે છે. પ્રતિસેવનાકુશીલ પ્રાણાતિપાતનિવૃત્તિ આદિ મૂળગુણોની વિરાધના નહિ કરતો દશ ઉત્તરગુણોમાં કંઇક વિરાધના કરે છે, પણ સર્વ વિરાધના કરતો નથી, અર્થાત્ ક્યારેક દોષ લગાડે છે. અહીં પણ આગમ બીજી રીતે ભલામણ કરે છે- પ્રતિસેવનાકુશીલમાં પુલાકની જેમ જાણવું. કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતકમાં પ્રતિસેવના નથી જ.
તીર્થદ્વાર– જેનાથી તરે(=જેનાથી સંસાર સાગર તરે) તે તીર્થ. તીર્થ એટલે પ્રવચન કે પ્રથમ ગણધર. તેમાં(=તીર્થની વિચારણામાં) પુલાક વગેરે શું કોઇક જ તીર્થંકરના તીર્થમાં હોય છે કે બધા જ તીર્થંકરોના તીર્થમાં હોય છે ? “સર્વેષામ્’’ ફત્યાદ્દિ પુલાક વગેરે બધા (નિગ્રંથો) બધા તીર્થંકરોના તીર્થમાં હોય છે. ત્તાવાર્યા ત્યાદ્રિ- કેટલાક આચાર્યો તો કહે છે કે- પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ સદા તીર્થમાં જ હોય. બાકીના કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતકો તીર્થમાં હોય છે અને મરુદેવી વગેરે કેટલાકો અતીર્થમાં પણ હોય એમ સંભળાય છે.
અહીં બીજા આદેશને(=મતને) આશ્રયીને અમે આગમ આ પ્રમાણે પ્રાપ્ત કરીએ છીએ.
પ્રશ્ન— હે ભગવંત ! પુલાક શું તીર્થમાં હોય કે અતીર્થમાં હોય ? ઉત્તર– હે ગૌતમ ! તીર્થમાં હોય, અતીર્થમાં ન હોય. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલો પણ જાણવા. કષાયકુશીલો તીર્થમાં હોય અને અતીર્થમાં પણ હોય એ પ્રમાણે નિગ્રંથ અને સ્નાતકો પણ જાણવા.
લિંગદ્વાર– “ખ઼િજ઼મ્ દ્વિવિધ” લિંગ એટલે મુમુક્ષુને ઓળખવાનું ચિહ્ન. અને તે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે. તેમાં રજોહરણ, મુહપત્તિ વગેરે દ્રવ્યલિંગ છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ભાવલિંગ છે. ભાવલિંગને આશ્રયીને પુલાક વગેરે પાંચેય ભાવલિંગમાં હોય છે. એ પ્રમાણે દ્રવ્યલિંગને આશ્રયીને દ્રવ્યલિંગ હોય કે ન પણ હોય. ક્યારેક રજોહરણાદિ હોય ક્યારેક મરુદેવી આદિની જેમ ન પણ હોય.