________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૧ ભાષ્યાર્થ– યથોક્ત કાયયોગ વગેરે બેતાલીસ (૪૨) પ્રકારના આમ્રવનો નિરોધ એ સંવર છે. (૯-૧)
टीका- आश्रूयते-समादीयते यैः कष्टिविधमाश्रवाः ते कर्मणां प्रवेशवीथयः कायादयस्त्रयः इन्द्रियकषायाव्रतक्रियाश्च पञ्चचतुःपञ्चपञ्चविंशतिसङ्ख्यास्तेषां निरोधो-निवारणं स्थगनं संवरः, पर्यायकथनेन व्याख्या, यथोक्तस्येत्यादि भाष्यं, षष्ठेऽध्याये कायादिराश्रवोऽभिहितोऽनेकप्रकारः, तस्य काययोगादेराश्रवस्य व्यधिकचत्वारिंशद्भेदस्य निरोधो यः स संवरः, आत्मनः कर्मादानहेतुभूतपरिणामाभावः संवर इत्यभिप्रायः, अतो यावत्किञ्चित् कर्मागमनिमित्तं तस्याभावः संवरः, स च सर्वदेशभेदाद्विधा, बादरसूक्ष्मयोगनिरोधकाले सर्वसंवरः, शेषकाले चरणप्रतिपत्तेरारभ्य देशसंवरपरिणतिभागात्मा भवतीति ॥९-१॥
ટીકાર્થ– આઠ પ્રકારનું કર્મ જેમના વડે ગ્રહણ કરાય તે આગ્નવો છે. આગ્નવો કર્મોને પ્રવેશવા માટે શેરીઓ છે. કાયા વગેરે ત્રણ, ઇંદ્રિયો પાંચ, કષાયો ચાર, પચીસ ક્રિયાઓ આગ્નવો છે. તેમનો નિરોધ કરવો, નિવારણ કરવું, અટકાવવું એ સંવર છે. નિરોધ, નિવારણ, સ્થગન એમ પર્યાયના કથનથી વ્યાખ્યા છે.
યથાવતી ઇત્યાદિ ભાષ્ય છે. છઠ્ઠા અધ્યાયમાં કાયયોગ વગેરે અનેક પ્રકારનો આસ્રવ કહ્યો છે. તે કાયયોગ વગેરે બેંતાલીસ (૪૨) પ્રકારના આમ્રવનો જે નિરોધને સંવરછે. આત્માના કર્યગ્રહણના હેતુરૂપપરિણામનો અભાવતે સંવર એવો અભિપ્રાય છે. આથી જેટલા પ્રમાણમાં જે કંઈ કર્મને આવવાનું નિમિત્ત છે તેનો અભાવ સંવર છે. સંવર સર્વ અને દેશ એમ બે પ્રકારે છે. બાદર અને સૂક્ષ્મ એ બંને પ્રકારના યોગના નિરોધકાળે (=ચૌદમા ગુણસ્થાને) સર્વસંવર હોય છે. શેષકાળમાં ચારિત્રના સ્વીકારથી પ્રારંભી જીવ દેશસંવરના પરિણામવાળો હોય છે. (૯-૧)
टीकावतरणिका-अत्राह-यदि सकलाश्रवद्वारस्थगनलक्षणः संवरस्ततः सर्वकर्मानिमित्ताश्रवच्छिद्रसंवुवूर्षा कतिपयपुरुषसाध्यैव प्रसजति,