________________
સૂત્ર-૫૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૮૯ લિંગપુલાક શાસ્ત્રમાં કહેલા લિંગથી અધિક લિંગ(=અન્ય લિંગ)ને ગ્રહણ કરવાથી લિંગપુલાક છે.
સૂર્મપુલાક- કંઈક પ્રમાદ કરવાથી( મનથી સૂક્ષ્મ અતિચારો લગાડવાથી) સૂક્ષ્મપુલાક છે.
આ પાંચેય પ્રકારનો પણ પુલાક બે(=પ્રારંભના બે) સંયમમાં વર્તે છે. બકુશના પણ આભોગ, અનાભોગ, સંવૃત્ત, અસંવૃત્ત અને સૂક્ષ્મ એમ પાંચ ભેદો છે. તેમાં
આભોગબકુશ- વિચારીને(=જાણવા છતાં) દોષો સેવે તે આભોગબકુશ છે.
અનાભોગબકુશ– સહસા (અથવા) અજાણતા દોષ લાગી જાય તે અનાભોગબકુશ છે. સંવૃત્તબકુશ– ગુપ્ત રીતે દોષ સેવનારો સંવૃત્તબકુશ છે. અસંવૃત્તબકુશ– પ્રગટ રીતે દોષ સેવનારો અસંવૃત્તબકુશ છે. સૂક્ષ્મબકુશ– કંઈક પ્રમાદ કરનારો સૂક્ષ્મબકુશ છે.
પ્રતિસેવનાકુશીલના પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, લિંગ અને સૂક્ષ્મ એમ પાંચ ભેદ છે. તેમાં પૂર્વે (પુલાકમાં) જણાવ્યું તેમ જ્ઞાનાદિમાં અતિચાર લગાડનાર ક્રમશઃ જ્ઞાનાદિ પ્રતિસેવનાકુશીલ છે.
[પ્રતિગતા સેવના-પ્રતિસેવના જતી રહેલી સેવના તે પ્રતિસેવના. અહીં પ્રાદિ તપુરુષ સમાસ છે. ક્રિયા યોગનો અભાવ થયે છતે ઉપસર્ગની સંજ્ઞા રહેતી નથી એટલે પ્રતિસેવનાનો અર્થ સેવના થાય.
પ્રશ્ન- પ્રતિસેવના શબ્દમાં દંત્ય “ નો વ્યાકરણના નિયમ પ્રમાણે મૂર્ધન્ય “પ” કેમ ન થયો?
ઉત્તર– જે પ્રમાણે અતિરિક્ત શબ્દમાં સિમૂર્ધન્ય થયો નથી તેમ અહીં (પ્રતિસેવનામાં) પણ મૂર્ધન્ય “S' થયો નથી. બીજાઓ તો પ્રતિજેવUT, એવા જ પ્રયોગને ઇચ્છે છે. (અહીં દંત્ય “જ' નો મૂર્ધન્ય “S' થવાના કારણે નો થઈ ગયો.)