________________
૨૮૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૫૦ निर्वाणमवाप्नोतीति, एषां च पुलाकादीनां संयमलब्धिः संयमस्थानप्राप्तिरुत्तरोत्तरस्यानन्तगुणा भवतीति भावितमेवेति ॥९-५०॥
॥ इति श्रीतत्त्वार्थटीकायां हरिभद्राचार्यप्रारब्धायां डुपडुपिकाभिधानायां तस्यामेवान्यकर्तृकायां नवमोऽध्यायः समाप्तः ॥
ટીકાર્થ–સંયમથી પ્રારંભીને સ્થાન સુધીના આઠ શબ્દોનો દ્વન્દ સમાસ કરીને વિકલ્પ શબ્દની સાથે સમાસ કરાય છે. સંયમાદિ વિકલ્પો જણાવવા માટે “તે” રૂલ્યાદ્રિ ભાષ્ય છે. તે એટલે પૂર્વે જેવું લક્ષણ કહ્યું છે તે પુલાક વગેરે પાંચ નિગ્રંથોની આઠ વ્યાખ્યાના વિકલ્પોથી વ્યાખ્યા કરવી. અનુગમ=અનુસરણ. સંયમ વગેરે અનુયોગ દ્વારા અર્થને અર્પણ કરવાની પ્રધાનતાવાળા છે. વ્યાખ્યાના તે ભેદોથી પુલાક વગેરે સાધ્ય થાય છે, અર્થાત એમનો વિશેષ અર્થ સમજી શકાય છે.
“તદ્યથા” ઈત્યાદિથી તે સંયમાદિ ભેદોનો ઉલ્લેખ કરે છે. સંયમ એ વ્યાખ્યા કરવાનો પ્રથમ ભેદ છે.
પ્રશ્ન–અહીં અજ્ઞાની જીવ પૂછે છે કે પુલાક વગેરે પાંચ નિગ્રંથોમાંથી કોણ સામાયિકાદિ કયા સંયમમાં હોય છે. ઉત્તર– જે નિગ્રંથ જે સંયમાદિમાં હોય છે તે પ્રમાણે કહેવાય છે. સંયમવાર–પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ ત્રણેય સામાયિક અને છેદોપસ્થાપનીય એ બે ચારિત્રમાં(=સંયમમાં) હોય છે. તેમાં પુલાકના જ્ઞાન, દર્શન, ચારિત્ર, લિંગ અને સૂક્ષ્મ એમ પાંચ ભેદ છે.
જ્ઞાનપુલાક કાળે ન ભણવું ઇત્યાદિ સ્મલનાઓથી(=દોષોથી) જ્ઞાનપુલાક છે. દર્શનપુલાક- કુદષ્ટિસંસર્ગ વગેરે દોષોથી દર્શન પુલાક છે.
ચારિત્રપુલાક- મૂળગુણ અને ઉત્તરગુણોની પ્રતિસેવનાથી(=દોષો લગાડવાથી) ચારિત્રપુલાક છે.