________________
સૂત્ર-૫૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૮૧ તીર્થ–બધાય નિગ્રંથો તીર્થકરોના તીર્થોમાં હોય છે. કેટલાક આચાર્યો માને છે કે પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલો સદા તીર્થમાં હોય છે. બાકીના નિગ્રંથો તીર્થમાં કે અતીર્થમાં પણ હોય છે.
લિંગ–લિંગ દ્રવ્યલિંગ અને ભાવલિંગ એમ બે પ્રકારે છે. ભાવલિંગને આશ્રયીને પાંચેય નિગ્રંથો ભાવલિંગમાં હોય છે. દ્રવ્યલિંગને આશ્રયીને લિંગ હોય કે ન પણ હોય, અર્થાત્ ભાવલિંગવાળા (નિગ્રંથો)ને દ્રવ્યલિંગ હોય કે ન પણ હોય.
લેશ્યા- પુલાકને પછીની ત્રણ લેશ્યાઓ હોય છે. બકુશ અને પ્રતિસેવનાકુશીલને સઘળીય વેશ્યાઓ હોય છે. પરિહારવિશુદ્ધિવાળા કષાયકુશીલને પછીની ત્રણ વેશ્યાઓ હોય છે. સૂક્ષ્મસંપરાય કષાયકુશીલ તેમજ નિગ્રંથ અને સ્નાતક(એ ત્રણેય)ને કેવળ શુક્લ જ વેશ્યા હોય છે. શૈલેશીને સ્વીકારેલ અયોગસ્નાતક લેશ્યા રહિત હોય છે.
ઉપપાત– પુલાકનો સહસ્ત્રારમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવોમાં ઉપપાત થાય છે. બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ બેનો અનુક્રમે આરણ અને અશ્રુત કલ્પમાં ઉપપાત થાય છે. કષાયકુશીલ અને નિગ્રંથ એ બેનો ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવોમાં, અર્થાત્ સર્વાર્થસિદ્ધવિમાનમાં ઉપપાત થાય છે. બધાય નિગ્રંથોનો જઘન્યથી સૌધર્મદેવલોકમાં પલ્યોપમ પૃથકૃત્વ સ્થિતિવાળા દેવોમાં ઉપપાત થાય છે. સ્નાતક મોક્ષને પામે છે.
સ્થાન– કષાયના નિમિત્તવાળા સંયમસ્થાનો અસંખ્ય હોય છે. તેમાં સર્વ જઘન્ય લબ્ધિસ્થાનો(=સંયમસ્થાનો) પુલાક અને કષાયકુશીલને હોય છે. તે બંને(=પુલાક અને કષાયકુશીલ) એકી સાથે અસંખ્ય (સંયમ)સ્થાનો સુધી સાથે જાય છે. ત્યાર બાદ પુલાક અટકી જાય છે. કષાયકુશીલ એકલો અસંખ્ય સંયમસ્થાનો સુધી જાય છે. ત્યાર બાદ કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશ એકી સાથે અસંખ્ય સંયમસ્થાનો સુધી જાય છે. ત્યાર બાદ બકુશ અટકી જાય છે. ત્યાર બાદ અસંખ્યયસ્થાનો સુધી જઈને કષાયકુશીલ અટકી જાય છે. આની ઉપર