________________
સૂત્ર-૪૯ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૭૭ શૈલેશપ્રતિપન્ના- એ શબ્દથી અયોગી કેવલીઓ ગ્રહણ કર્યા છે. તે કેવલીઓ થોડો કાળ સમુઘાત કર્યા વિના વિચારીને અથવા સમુદ્રઘાતથી નિવૃત્ત થયેલા કેવલીઓ ક્રમશઃ યોગોનો નિરોધ કરે છે. યોગોના નિરોધનો ક્રમ પહેલા (૯-૪૨) સૂત્રમાં કહ્યો છે. યોગનો નિરોધ કર્યા પછી સુપરતક્રિયાનિવર્તિનામના ધ્યાનથી બાકીના કર્માણુઓને ખપાવે છે. કહ્યું છે કે
ધ્યાનથી અભિસંધાન=એકાગ્રતા થાય છે, અને ધ્યાનથી કર્મનો મોક્ષ( કર્મથી છૂટકારો) થાય છે. ત્યારબાદ ધ્યાનથી પાંચ હસ્તાક્ષર ઉચ્ચાર જેટલા કાળથી બાકીના કર્મોને ખપાવે છે. જે ધ્યાનમાં પાંચ માત્રા રહી છે તે પંચમાત્રધ્યાન. આવા પ્રકારની અવસ્થાને પામેલાઓ શૈલેશીપ્રતિપન્ન કહેવાય છે. ત્યારે આ નીચે જણાવેલી) પ્રકૃતિને ખપાવે છે–
૫ સ્પર્શ, ૮ રસ, ૫ વર્ણ, ર ગંધ, અનાદેય, નિર્માણ, ૫ શરીર, ૬ સંઘયણ, ૩ અંગોપાંગ, ૬ સંસ્થાન, મનુષ્યગતિને પ્રાયોગ્ય મનુષ્યાનુપૂર્વી, દેવગતિને પ્રાયોગ્ય દેવાનુપૂર્વી, દેવગતિ, ઉપઘાત અને અગુરુલઘુ, ઉચ્છવાસ, પરાઘાત, પર્યાપ્ત, શુભનામકર્મ, અશુભનામકર્મ, દુર્ભગદુઃસ્વર, સુસ્વર, નીચગોત્ર, સ્થિર, અસ્થિર, સાતા કે અસાતા બેમાંથી કોઈ એક, શુભ-અશુભ વિહાયોગતિ, પ્રત્યેકશરીર અને અયશ. તેની આ પ્રકૃતિઓ દ્વિચરમ=ઉપાંત્ય) સમયે ક્ષય પામે છે. ત્યારબાદ ચરમ (=અંત્ય) સમયે અયોગીને વેદવા યોગ્ય એવી પ્રકૃતિઓને તે ખપાવે છે. નામકર્મના ક્ષયથી તેને તૈજસ શરીરનો બંધ પણ ક્ષય પામે છે. તેના આયુષ્યકર્મનો ક્ષય થવાથી ઔદારિક નામકર્મનો બંધ પણ ક્ષય પામે છે. આ પ્રમાણે સઘળા કર્મોનો ક્ષય થવાથી મોક્ષ થાય છે. (૯-૪૯).
टीकावतरणिका- एवमेते पुलाकादयोऽभिहिताः पञ्च निर्ग्रन्थाः स्वरूपतः, अथैषां कः कस्य संयमविकल्पः श्रुतादिविकल्पो वेत्याह
ટીકાવતરણિકાર્થ– આ પ્રમાણે પુલાક વગેરે પાંચ નિગ્રંથોનું સ્વરૂપ કહ્યું. હવે પુલાક વગેરેને સંયમનો કયો ભેદ હોય છે, શ્રુત વગેરેનો કયો ભેદ હોય છે એમ કહે છે–