________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૪૯
પ્રતિસેવનાકુશીલ– નિગ્રંથપણા પ્રત્યે ચાલેલા હોવા છતાં ઇન્દ્રિયના નિયંત્રણથી રહિત હોય છે. રૂપ આદિ વિષયોને જોવામાં આદરવાળા હોય છે, અર્થાત્ કોઇ પણ રીતે બહાનું બતાવીને પિંડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, તપ, પ્રતિમા અને અભિગ્રહાદિ ઉત્તરગુણોમાં ભંગ કરીને અતિચારો લગાડે છે તે પ્રતિસેવનાકુશીલ છે.
૨૭૬
‘“ચેમાં” ઇત્યાદિથી કષાયકુશીલોને કહે છે—
કષાયકુશીલ— કષાયકુશીલ સંયત હોવા છતાં=મૂળગુણ અને ઉત્તરગુણની સંપત્તિથી યુક્ત હોવા છતાં, ભીંત, કાઇ, ઢેકું અને વિષમ પૃથ્વી આદિમાં સ્ખલના પામવું વગેરે કોઇક અલ્પ પણ હેતુથી જેમને ક્રોધ વગેરે સંજ્વલન કષાયોનો ઉદય થાય છે તે કષાયકુશીલો છે. હવે નિગ્રંથનું નિરૂપણ કરવા માટે કહે છે—
નિગ્રંથ— “થે વીતરાવસ્થા કૃત્યાવિ” જેમણે મોહની જાળનો ઉપશમ અને ક્ષય કરી નાખ્યો છે. જેમના સઘળા રાગ, દ્વેષ, મોહ જતા રહ્યા હોવાથી અગિયારમા અને બારમા ગુણસ્થાનમાં રહેલા છે, તે જીવો વીતરાગ છદ્મસ્થો કહેવાય છે. છદ્મ એટલે આવરણ. તેમાં(=આવરણમાં) રહેલા જીવો આવરણ સહિત જ્ઞાનવાળા હોવાથી છદ્મસ્થ છે. ઇર્યાપથને પામેલા એટલે કષાય રહિત હોવાથી જેમના કષાયો ઉપશાંત થઇ ગયા છે અથવા ક્ષીણ થઇ ગયા છે તેવા. આ જીવો એક સમય રહેનારા ઇર્યાપથ કર્મને બાંધે છે. ઇર્યા, વ્યાપાર અને યોગ એ પર્યાયવાચી શબ્દો છે. તે વ્યાપારનો વિષય=માર્ગ તે ઇર્યાપથ છે.તે સંયમ સત્તર પ્રકારનો છે. આ જ અર્થને સ્પષ્ટતાથી કહે છે—
“યોગસંયમપ્રાતા ત્યર્થ:” યોગથી=વિશિષ્ટ ક્રિયા વડે યથાખ્યાત નામના વિશિષ્ટ સંયમને પામેલા, અર્થાત્ મોહની ગાંઠને જેમણે છોડી દીધી છે તેવા છે.
સ્નાતક— “સયોની કૃતિ” ૧૩મા ગુણસ્થાનકે રહેલા. ચાર ઘાતીકર્મોનો જેમણે ક્ષય કરેલો છે તેવા કેવલીઓ સ્નાતક છે, અર્થાત્ સઘળા ઘાતીકર્મોને જેમણે ધોઇ નાખ્યા છે તેવા મુનિઓ સ્નાતક છે.