________________
૨૭૩
સૂત્ર-૪૯
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ दुर्भगदुःस्वरसुस्वरनीचैर्गोत्रस्थिरास्थिराणि तथा । अन्यतरवेद्यखगतिप्रत्येकशरीरमयशश्च ॥३॥ प्रकृतय एता द्विचरमसमये तस्य क्षयं समुपयान्ति । क्षपयत्ययोगिवेद्याश्च ततः प्रकृतीः स चरमान्ते ॥४॥ तैजसशरीरबन्धोऽपि तस्य नामक्षयात् क्षयं याति ।
औदारिकबन्धोऽपि क्षीयत आयुःक्षयात्तस्य ॥५॥ एवमशेषकर्मक्षयान्मोक्षो भवति ॥९-४९।। ટીકાર્થ- અન્તર્થ સંજ્ઞાવાળા પાંચ નિગ્રંથો ચારિત્રના સ્વામીઓ છે તેના વિવરણ માટે કહે છે–
પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક એ પાંચ નિગ્રંથના ભેદો છે. નિગ્રંથ– ગ્રંથ એટલે આઠ પ્રકારનું કર્મ. મિથ્યાત્વ, અવિરતિ અને દુપ્રણિધાનવાળો યોગ એ ગ્રંથ છે. તેના જય માટે પ્રવૃત્ત થયેલાઓ નિગ્રંથ કહેવાય છે. નિગ્રંથ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે- નીકળી રહ્યા છે ગ્રંથો જેમાંથી તે નિગ્રંથો, અર્થાત્ ધર્મોપકરણ વિના બાહ્ય અને અત્યંતર ઉપધિનો જેમણે ત્યાગ કર્યો છે, તે નિગ્રંથો. પુલાકાદિના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કહે છેતત્ર સતતમિત્યાદ્રિ-તે પાંચ નિગ્રંથોમાં પુલાકો આવા પ્રકારના હોય છે–
પુલાક–પુલાક એટલે સારરહિત એવો અર્થ રૂઢ છે. લોકમાં ચોખાના કણથી રહિત ફોતરાને પલંજિ કહેવામાં આવે છે. એ પ્રમાણે પુલાકનિગ્રંથ પણ તપ અને શ્રુતથી ઉત્પન્ન થયેલી લબ્ધિનો ઉપયોગ કરતો સઘળા સંયમને ગળી જતો હોવાથી આત્માને પલંજિ જેવો(°ફોતરા જેવો) નિઃસાર કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ સારભૂત છે. તે જતા રહેવાથી પુલાક નિઃસાર થાય છે.
બિનપ્રણીતાલી મહેતુતઃ (ત) પુલાકો આગમરૂપ હેતુથી સદા માટે ભ્રષ્ટ થતા નથી. અહીં જિનાગમ એટલે સમ્યગ્દર્શન જેનું મૂળ છે એવા