________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૪૪
ટીકાર્થ– એકાશ્રય-એક આશ્રય=આલંબન છે જેમનું તે એકાશ્રય. આ ધ્યાન પૂર્વના જાણકાર મુનિ શરૂ કરે છે. મતિ અને શ્રુતના પ્રધાન વ્યાપારના કારણે એકાશ્રયતા કહેવાય છે, અર્થાત્ એકાશ્રય એટલે મતિ અને શ્રુતની પ્રધાનતાવાળું. એક પરમાણુ દ્રવ્યનું જ આલંબન કરીને અથવા આત્મા વગેરે (કોઇ એક) દ્રવ્યનું આલંબન કરીને શ્રુતાનુસારે જેણે ચિત્તનો નિરોધ કર્યો છે એવા મુનિને પ્રથમના બે શુક્લધ્યાન હોય છે. વિતર્ક એટલે શ્રુત એમ આગળના સૂત્રમાં કહેશે. એક દ્રવ્યના આશ્રય વડે પૂર્વગતશ્રુતાનુસારે વિતર્કથી સહિત હોય તે એકાશ્રયસવિતર્ક છે.
૨૫૬
મૂળ સૂત્રમાં રહેલ “પૂર્વે” એ પદની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે— પૂર્વ ન પૂર્વ ત્ર જ્ઞતિ પૂર્વે, પૂર્વે એ પદ ધ્યાનનું વિશેષણ છે. પૂર્વ એવા બે ધ્યાન. આને જ(=પૂર્વે એ પદને) ભાષ્યકાર નિશ્ચિત કરે છે– પૂર્વે એટલે પહેલું અને બીજું ધ્યાન. પૃથ વિતર્ક એ પહેલું ધ્યાન છે. એકત્વ વિતર્ક એ બીજું ધ્યાન છે. તે બેમાં પહેલું પૃથ વિતર્ક ધ્યાન સવિચાર છે. વિચારથી સહિત તે સવિચાર, અર્થાત્ તે ધ્યાન વિચારથી(=સંક્રાન્તિથી) સહિત હોય છે. આગળના સૂત્રમાં કહેશે કે અર્થ-વ્યંજન-યોગની સંક્રાન્તિ એ વિચાર છે.
પ્રશ્ન— સૂત્રમાં સવિચાર પદ ગ્રહણ કર્યું નથી છતાં સવિચાર કેવી રીતે ગ્રહણ કરાયું ?
ઉત્તર- અવિનાાં દ્વિતીયં એવું જે ૯-૪૫ સૂત્ર છે તેના ઉપરથી પહેલું ધ્યાન સવિચાર છે એમ જણાય છે.
[એકાશ્રય એટલે આત્મા કે પરમાણુ આદિ કોઇ એક આલંબન સહિત. સવિતર્ક એટલે શ્રુતસહિત=પૂર્વગત શ્રુતના આધારવાળું. શુક્લધ્યાનના પ્રારંભના બે ભેદોમાં આત્મા કે પરમાણુ આદિ કોઇ એક દ્રવ્યનું આલંબન હોય છે, અર્થાત્ કોઇ એક દ્રવ્ય સંબંધી ધ્યાન કરવામાં આવે છે તથા પૂર્વગતશ્રુતનો આધાર હોય છે, અર્થાત્ પૂર્વગત શ્રુતના આધારે ધ્યાન કરવામાં આવે છે.] (૯-૪૪)