________________
સૂત્ર-૪૧ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૪૯ આયુષ્યકર્મથી અધિક રહેલા ભવધારણીય વેદનીય, નામ, ગોત્ર કર્મોને સમુદ્દઘાતના સામર્થ્યથી ઉત્પન્ન થયેલી) અચિંત્ય વીર્યશક્તિથી આયુષ્ય સમાન સ્થિતિ કરેલી છે જેમણે તેવા મન-વચન-કાયયોગની પરિણતિવાળા, ત્રીજો ભાગ ન્યૂન થયેલા ઔદારિક શરીરમાં રહેલા કેવલીને સંક્ષિપંચેન્દ્રિય-બેઇન્દ્રિય પર્યાપ્ત બાદરપનગથી અસંખ્યયગુણ હીન સૂક્ષ્મયોગિપણું એ સૂક્ષ્મક્રિય છે.
અપ્રતિપાતી એટલે નાશ ન થવાના સ્વભાવવાળું. સૂક્ષ્મક્રિય અપ્રતિપાતી ધ્યાન ભુપતક્રિય અનિવૃતિ ધ્યાનની પ્રાપ્તિ સુધી હોય છે.
[આનો ભાવાર્થ આ પ્રમાણે છે- યોગનિરોધકાને કેવલી ભગવંત જઘન્યમનોયોગવાળા પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયના મનોયોગથી પણ અસખ્યગુણહીન (બાદર) મનોયોગનો વિરોધ કરે છે. જઘન્ય વચનયોગવાળા પર્યાપ્ત બેઇન્દ્રિયના વચનયોગથી (અને પર્યાપ્ત સાધારણ વનસ્પતિકાયના જઘન્ય શ્વાસોચ્છવાસથી) અસંખ્યયગુણ હીન વચનયોગનો (અને શ્વાસોચ્છવાસનો) નિરોધ કરે છે, તે જ પ્રમાણે પર્યાપ્ત બાદર પનકના જઘન્ય કાયયોગથી અસંખ્યગુણહીન કાયયોગનો નિરોધ કરે છે. આ સૂક્ષ્મક્રિય અપ્રતિપાતી ધ્યાન છે. પ્રશ્ન- આ ધ્યાન ક્યાં સુધી હોય ?
ઉત્તર- ભુપતક્રિય અનિવૃત્તિ ધ્યાન ન આવે ત્યાં સુધી આ ધ્યાન હોય.] કહ્યું છે કે
સૂક્ષ્મક્રિય અપ્રતિપાતી ધ્યાનને કરતો કોઈક જીવ સૂક્ષ્મક્રિય કરીને વેદનીય, નામ, ગોત્ર એ ત્રણ કર્મને આયુષ્ય સમાન કરવા માટે સમુદ્રઘાતને પામે=કરે (૧) પહોળું કરેલું ભીનું કપડું જે રીતે જલદી સુકાઈ જાય તે રીતે આત્માને વિસ્તારવાથી વિશેષથી સુકાયેલા કર્મવાળો આત્મા આયુષ્યની સમાન કર્મવાળું થાય છે. કહ્યું છે કે૧. આ સાક્ષી ગાથાઓનો અર્થ મને બરાબર સમજાયો ન હોવાથી લખ્યો નથી.