________________
સૂત્ર-૩૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૨૯ न्यस्य हिंसानन्दादीनां चतुर्णा प्रकाराणामन्यतमभेदेनानवरतमविश्रान्त्या प्रवर्त्तमानस्य बहुकृत्वोऽभिनिविष्टान्तःकरणस्य बहुदोषता अज्ञानदोषता तेष्वेव हिंसादिष्वधर्मकार्येष्वभ्युदयस्य संज्ञाऽस्ति [अभ्युदयः मरणावस्थायामपि हिंसनं हिंसा निन्दादिकृतः स्वल्पोऽपि पश्चात्तापो यस्य नास्ति] तस्यामरणान्तदोषतेति ॥९-३६॥
ટીકાર્થ– હિંસા, અમૃત, સ્તેય અને વિષયસંરક્ષણ એ પ્રમાણે દ્વન્દ્ર સમાસ છે. પછી દ્વન્દ સમાસથી બનેલા શબ્દથી તાદાર્થમાં ચતુર્થી બહુવચન છે. હિંસા માટે હિંસાના પ્રયોજનવાળું રૌદ્રધ્યાન છે. એ પ્રમાણે અસત્ય માટે, ચોરી માટે અને વિષયસંરક્ષણ માટે કહેવું. રૌદ્ર શબ્દનો વ્યુત્પત્તિથી થતો અર્થ પૂર્વે (૨૯મા સૂત્રની ટીકામાં) કહ્યો છે. અવિરત અને દેશવિરત એ પ્રમાણે દ્વન્દ સમાસ કરીને છઠ્ઠી વિભક્તિ દ્વિવચનમાં રૌદ્રધ્યાનના સ્વામીઓનો નિર્દેશ કર્યો છે. ભાષ્યકાર હિંસાર્થ' ઈત્યાદિથી આનુ જ વિવરણ કરે છે.
ભાષ્ય સ્પષ્ટ છે. એના અર્થને બતાવે છે- પ્રમાદના યોગથી પ્રાણનો વિયોગ એ હિંસા છે (અ.૭ સૂ.૮). પ્રાણવિયોગ જીવનાશ, ફાંસો, પરિતાપન, હાથ-પગ-કાન-નાક-હોઠ-અંડકોશ-પુરુષલિંગ આદિના છેદન સ્વરૂપ છે, અર્થાત્ ફાંસો આદિથી જીવવિયોગ થાય છે. પ્રાણવિયોગ જીવનાશસ્વરૂપ અને હિંસામાં આનંદરૂપ છે. પ્રાણવિયોગ કરવા માટે થતો એકાગ્રચિત્તે વિચાર રૌદ્રધ્યાન છે તથા બીજાનો નાશ કરવાના અને બીજાને દુઃખ ઉત્પન્ન કરવાના એકાગ્રચિત્તે થતા વિચારો એ રૌદ્રધ્યાનનો હિંસાનંદસ્વરૂપ પ્રથમ ભેદ છે.
પ્રબળ રાગ-દ્વેષ-મોહવાળાને અસત્યનું પ્રયોજનઆઇ-કન્યા અસત્ય, (ગો અસત્ય), ભૂમિ અસત્ય, ન્યાસાપહાર, ચાડી કરનારનું અસત્ય, (ભૂત-મધૂતોાવન=) નહીં બનેલી વસ્તુસ્થિતિને ઉત્પન્ન કરવી, (ભૂતપd=ી બનેલી વસ્તુસ્થિતિનો ઘાત=અપલાપ કરવો, બીજાને १. अयं पाठो हस्तलिखितप्रतौ वर्तते ।