________________
૨૨૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૩૫ ટીકાર્થ– તત્ એ પદથી આર્તધ્યાનનો સંબંધ કરાય છે, અર્થાત્ તમ્ એટલે આર્તધ્યાન. તે આર્તધ્યાન અવિરતસમ્યગ્દષ્ટિ આદિ ત્રણને સંભવે છે. ચોથા, પાંચમાં અને છઠ્ઠા ગુણસ્થાને રહેલા આના સ્વામીઓ ક્રમશઃ અવિરત, દેશવિરત અને પ્રમત્તસંયતો છે. અવિરત એવો સમ્યગ્દષ્ટિ તે અવિરતસમ્યગ્દષ્ટિ. ઓપશમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિકના ભેદથી સમ્યગ્દર્શન ત્રણ પ્રકારનું છે. તેનો યોગ થવાથી જીવ સમ્યગ્દષ્ટિ બને છે. દેશવિરત એટલે સંયતાસંયત. હિંસાદિથી દેશથી વિરત થયો હોવાથી સંયત છે અને અન્ય સાવદ્યયોગથી નિવૃત્તિ ન હોવાથી તે જ અસંયત છે. તે અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી અસંખ્ય વિશુદ્ધિસ્થાનો જઈને અપ્રત્યાખ્યાનાવરણકષાયોનો ક્ષયોપશમ થયે છતે અને પ્રત્યાખ્યાનાવરણ કષાયોના ઉદયથી સર્વપ્રત્યાખ્યાનનો અભાવ હોવાથી દેશવિરત થાય છે. હવે પ્રમસંવત-તેનાથી(=દેશવિરતિગુણસ્થાનથી) અસંખ્ય વિશુદ્ધિસ્થાનોમાં ચઢનારના ત્રીજા કષાયોના પ્રકર્ષનો અપકર્ષ થવાથી ત્રીજા કષાયો ક્ષયોપશમને પામે છતે સર્વસાવદ્યયોગપ્રત્યાખ્યાનરૂપ વિરતિ થાય છે. કહ્યું છે કે- દેશવિરતિગુણસ્થાનથી પણ ઉત્તમ વિશુદ્ધિને પામીને તે પૂર્વવિધિથી જ અનેક અન્યસ્થાનો સુધી જાય છે. (૧) પ્રત્યાખ્યાનાવરણ કષાયથી આવરાયેલો તે તે કષાયોનો ક્ષયોપશમ કરે છે. જેથી તેને ત્યારબાદ સર્વથી વિરતિમાં મતિ થાય છે. (૨) તેથી તે પ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષયોપશમથી આવરણવાળું(=ક્ષાયોપથમિક) છેદોપસ્થાપ્ય કે સામાયિકચારિત્રને પામે છે. (૩).
હવે મહાવ્રત-ગુપ્તિ-સમિતિઓથી યુક્ત, કષાયનિગ્રહ-ઇંદ્રિયદમનથી નિરુદ્ધઆગ્નવવાળા, નિર્વેદાદિ વૈરાગ્યભાવનાઓથી સ્થિર કરાયેલા સંવેગવાળા, યથોક્ત બાર પ્રકારના તપના યોગથી પૂર્વે સંચિત કરેલા કર્મોની નિર્જરા કરતા અને સૂત્રાનુસાર યતના કરતા એવા પણ તેનું ગુણસ્થાન મોહનીયકર્મના પ્રભાવથી સંક્લેશથી કે વિશુદ્ધિથી અંતર્મુહૂર્ત પછી પરાવર્તન પામે છે. તેથી સંજવલન કષાયના ઉદયથી, ઇંદ્રિય| વિકથા (આદિ) પ્રમાદથી, યોગદુપ્પણિધાનથી અને કુશલોમાં(કુશળ