________________
સૂત્ર-૩૦. શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૧૭ ભાષ્યાર્થ– ચાર ધ્યાનોમાં પછીના ધર્મ અને શુક્લ એ બે ધ્યાન મોક્ષના હેતુ છે. પૂર્વના બે આર્ત અને રૌદ્ર સંસારના હેતુ છે. (૯-૩૦)
टीका- तेषां चतुर्णामित्यादि, यानि प्रस्तुतानि ध्यानानि तेषामातरौद्रधर्म्यशुक्लानां चतुर्णां ध्यानानां सूत्रसन्निवेशमाश्रित्य परे धर्मशुक्ले मोक्षहेतू मुक्तेः कारणतां प्रतिपद्येते, तत्रापि साक्षान्मुक्तेः कारणीभवतः पाश्चात्यौ शुक्लध्यानभेदौ सूक्ष्मक्रियमप्रतिपाति व्युपरतक्रियं चानिवर्ति, धर्मध्यानं पुनराद्याभ्यां सह शुक्लभेदाभ्यां, पारम्पर्येण मोक्षस्य कारणं भवति, न साक्षादिति, ततश्चैतद् धर्मध्यानादि देवगतेर्मुक्तेश्च कारणं, न मुक्तेरेव, अर्थादिदमवगम्यमानमाह-पूर्वे त्वार्त्तरौद्रे संसारहेतू इत्यातरौद्रयोः संसारहेतुता, संसारश्च नरकादिभेदश्चतुर्गतिक इति, परमार्थतस्तु रागद्वेषमोहाः संसारहेतवस्तदनुगतं चार्तं, अथ रौद्रमपि प्रकृष्टतमरागद्वेषमोहभाजोऽतः संसारपरिभ्रमणहेतुता તયોતિ ૬-૩ની
ટીકાર્થ– “તેષાં વાળનું રૂત્યાદિ, આર્ત-રૌદ્ર-ધર્મ-શુક્લ એ ચાર ધ્યાનોમાં સૂત્રની રચનાને આશ્રયીને(=સૂત્ર રચનામાં જણાવેલા ક્રમને આશ્રયીને) પછીના બે ધર્મ અને શુક્લ ધ્યાન મોક્ષના હેતુ છે. તેમાં પણ શુક્લ ધ્યાનના પછીના(=અંતિમ બે) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી અને સુપરતક્રિયા અનિવર્તીિ એ બે સાક્ષાત્ મુક્તિનું કારણ બને છે. ધર્મધ્યાન શુક્લધ્યાનના આદ્ય બે ભેદોની સાથે પરંપરાએ મોક્ષનું કારણ બને છે, સાક્ષાત્ નહિ. તેથી આ ધર્મધ્યાન વગેરે દેવગતિનું અને મુક્તિનું કારણ છે, કેવળ મુક્તિનું જ કારણ નથી. (તેથી) અર્થથી જણાતું આ કહે છેપૂર્વે વાર્તરીકે સંસારહેતૃ-પૂર્વના આર્તિ અને રૌદ્ર એ બે ધ્યાન સંસારનું કારણ છે. સંસાર નરકાદિ ભેદવાળી ચારગતિ સ્વરૂપ છે. પરમાર્થથી તો રાગ-દ્વેષ-મોહ સંસારના હેતુઓ છે. તેને(=રાગ-દ્વેષ-મોહને) અનુસરનારું આર્તધ્યાન સંસારનું કારણ છે. રૌદ્રધ્યાન પણ