________________
સૂત્ર-૨૭ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૧૩ ટીકાર્થ– ઉત્તમ એટલે શ્રેષ્ઠ. સંહનન એટલે હાડકાઓનો બંધવિશેષ. જેનું ઉત્તમ સંહનન છે તે ઉત્તમસંહનન. તદુત્તમસંહનનું વાર્વિધર્મી ઇત્યાદિથી સંહનનના ચાર પ્રકારોને બતાવે છે- વજઋષભનારા, ઋષભનારા, નારા અને અર્ધનારા. ભાષ્યના આ કથનથી પ્રતિપાદ્ય એવા ચારભેદો ઉત્તમસંહનનથી વાચ્ય છે, અર્થાત્ આ ચારભેદો ઉત્તમસંહનન છે.
ઉત્તમસંહનનનું ગ્રહણ નિરોધ કરવામાં વિશિષ્ટ સામર્થ્યનું પ્રતિપાદન કરવા માટે છે, અર્થાતુ ધ્યાન કરવા માટે વિશેષ સામર્થ્ય જોઇએ. વિશેષ સામર્થ્ય માટે ઉત્તમ સંવનન જોઇએ. પ વન્તનિરોધો ધ્યાનમ, અગ્ર એટલે આલંબન. એક એવું આલંબન તે એકાગ્ર. ચલચિત્ત એ જ ચિંતા, અર્થાત્ ચિતા એટલે ચલચિત્ત. તેનો નિરોધ એટલે એક સ્થળે સ્થાપવું. બીજા સ્થળે પ્રચારનો અભાવ તે નિરોધ. (આનો સળંગ અર્થ એ થયો કે ચલ એવા ચિત્તને કોઈ એક આલંબનમાં સ્થિર કરવો તે ધ્યાન.) આથી એક આલંબનમાં નિશ્ચલ=સ્થિર મન એ છબસ્થ જીવોનું ધ્યાન છે. કેવળીઓનું વચનકાયાનો નિરોધ એ જ ધ્યાન છે. કેમકે કેવળીઓને ભાવમન ન હોય. જેણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેને મનનો વ્યાપાર(માનસિક વિચાર વગેરે) ન હોય. કેમકે સઘળી ઇંદ્રિયોના સમૂહથી નિરપેક્ષ હોય છે.
તત્યુતસ્ય તિ તેનાથી વિશિષ્ટ આદ્ય ત્રણ સંહનનથી કે ચાર પ્રકારના સંહનનથી યુક્તને. પવિત્તનિરોધક્ષ, ૨ શબ્દથી વચનકાયાનો નિરોધ જાણવો. અહીં ધ્યાતા સંસારી જીવ છે. ચલ એવા ચિત્તને કોઈ એક આલંબનમાં સ્થિર કરવો એ ધ્યાનનું સ્વરૂપ છે. સંઘયણ ધ્યાનનું નિમિત્ત છે. ધ્યાતિર્થોનમે એ પ્રમાણે ધ્યાન શબ્દ ભાવમાં (મન પ્રત્યયથી) સિદ્ધ થાય છે. ઉત્તમસંહનન પદના અર્થથી જાણવા યોગ્ય १. जं थिरमज्झवसाणं तं झाणं जं चलं तयं चित्तम् । तं हुज्ज भावणा वा अणुपेहा वा अहव चिंता ॥ (ધ્યાન શ.ગા.૨) જે સ્થિર મન છે તે ધ્યાન છે. જે ચંચળ (મન) છે તે ચિત્ત છે. એ ચિત્ત ભાવનારૂપ હોય, અનુપ્રેક્ષારૂપ હોય, યા ચિંતન સ્વરૂપ હોય. (૨)