________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૨૬
ટીકાર્થ— ‘સ્વાધ્યાયઃ પશ્ચવિધ:' ત્યાદ્રિ, તદ્યથા એ પદથી પાંચ ભેદોના કથનના પ્રારંભને સૂચવે છે.
વાચના– શિષ્યોને ભણાવવું એટલે કે કાલિક-ઉત્કાલિક સૂત્રના
૨૧૦
આલાવા આપવા.
પ્રચ્છન– ગ્રંથ એટલે સૂત્ર. અર્થ એટલે સૂત્રથી જે કહેવા યોગ્ય હોય તે. સૂત્ર અને અર્થની શંકા થયે છતે પૂછવું.
અનુપ્રેક્ષા– સૂત્રનો કે અર્થનો બહાર વર્ણોચ્ચાર કર્યા વિના મનથી અભ્યાસ(=આવૃત્તિ) કરવો તે અનુપ્રેક્ષા.
આમ્નાય– આમ્નાય એટલે ઉદાત્ત આદિથી પરિશુદ્ધ અનુશ્રયણીય પરિવર્તન, અર્થાત્ અભ્યાસવિશેષ. ગુણન એટલે પદ અને અક્ષર દ્વારા ગણવું. રૂપાદાન=એક રૂપ એટલે એક પરિપાટી=અનુક્રમ. બે રૂપ, ત્રણ રૂપ ઇત્યાદિ [અહીં ભાવાર્થ એ જણાય છે કે કોઇપણ સૂત્ર આદિને જેટલીવાર બોલીએ તેટલા રૂપ થાય. વ્યવહારમાં જોવાય છે કે કોઇને એકવાર બોલવાથી(=એક રૂપથી) યાદ રહી જાય. કોઇને દશવાર(=દશ રૂપથી) યાદ રહે. કોઇને પંદરવાર બોલવાથી(=પંદર રૂપથી) યાદ રહે.]
ધર્મોપદેશ— ધર્મોપદેશ એટલે સૂત્રાર્થનું કથન, વ્યાખ્યાન, અનુયોગદ્વારમાં જણાવેલા ક્રમથી અનુયોગનું વર્ણન કરવું, શ્રુતરૂપ અને ચારિત્રરૂપ ધર્મનો ઉપદેશ આપવો. આ પ્રમાણે ધર્મોપદેશ વગેરે શબ્દોનો એક જ અર્થ છે. (૯-૨૫)
टीकावतरणिका - अधुना व्युत्सर्गो व्याख्यायते - ટીકાવતરણિકાર્થ હવે વ્યુત્સર્ગનું વ્યાખ્યાન કરાય છે— વ્યુત્સર્ગના ભેદો—
વાઘામ્યનોપધ્યો: ૫૬-૨૬॥
સૂત્રાર્થ—બાહ્ય અને અત્યંતર ઉપધિનો ત્યાગ એ વ્યુત્સર્ગ છે. (૯-૨૬) भाष्यं - व्युत्सर्गो द्विविधः बाह्य आभ्यन्तरश्च । तत्र बाह्यो द्वादशरूपकस्योपधेः । आभ्यन्तरः शरीरस्य कषायाणां चेति ॥९-२६॥