________________
૧૮૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૧૯ (લાંબી) ફેલાવી દીધી છે તે જ્યારે હાલ્યા વિના રહે ત્યારે દંડાયતશાયિત્વ નામનો તપ થાય છે. આતાપના પણ બે બાહુ ઊંચા રાખીને એકાગ્રચિત્તવાળા, ઊભા રહેલા કે બેઠેલા, પ્રજ્વલિત કિરણસમૂહવાળા સૂર્યની તરફ મુખ રાખીને રહેલાને હોય.
ગપ્રવિરામપ્રદ ઠંડીના સમયે ઓઢવાના વસ્ત્રનું અગ્રહણ, અર્થાત્ વસ્ત્રો ઓઢવા નહીં. આદિ શબ્દના ગ્રહણથી હેમંત ઋતુમાં પણ રાતે પોતાનું આતાપન-સંતાપન કરવું, અર્થાત્ ઠંડીને સહન કરવી તથા લગંડશાયિત્વ વાંકા લાકડાની જેમ સુવું, અર્થાત્ જમીનને માત્ર મસ્તક અને પગની એડી અડે તે રીતે સુવું. શરીરનું પ્રતિકર્મ ન કરવું. હાથપગ ધોવા, શરીર ઉપરથી મેલ ઉતારવો વગેરે શરીર સંબંધી પ્રતિકર્મનો અભાવ, સ્નાન ન કરવું અને કેશનો લોચ કરવો. આ પ્રમાણે આ સ્થાનવીરાસન આદિ...
સમ્યમ્ યોજેલા=આગમવચનને અનુસરનારા બાહ્યતપ છે. તપ યથાશક્તિ વિધિથી કરવો જોઈએ. અન્યથા એટલે કે અવિધિથી કરવાથી પોતાને અને ધર્મસંબંધી આવશ્યકવિધિને અવિધિથી ઉપયોગ કરેલા વિષની જેમ બાધા પહોંચાડે.
આ બાહ્યતપથી કયું ફળ પ્રાપ્ત કરાય છે એમ કહે છે– “કસ્માત પશ્વિથાપિ વાહ્યિા તપસ: રૂત્યાદ્રિ આ છએ પ્રકારના બાહ્ય તપથી સંગત્યાગ, શરીરલાઘવ, ઇંદ્રિયજય, સંયમરક્ષણ અને કર્મનિર્જરા એમ અનેક ફળો પ્રાપ્ત કરાય છે. નિઃસંગત્વ એટલે બાહ્ય-અત્યંતર ઉપધિમાં અભિવૃંગનો=મમતાનો અભાવ. દરરોજ અતિમાત્રામાં આહારનો ઉપયોગ કરવાથી અને નિષ્પાહારના ઉપયોગથી શરીર ભારે થાય, તેથી માસકલ્પ પ્રમાણે વિહાર માટે અયોગ્ય અસમર્થ બને. તેનો (અતિમાત્રામાં આહાર અને પ્રણીતાહાર એ બેનો) ત્યાગ કરવાથી અથવા શકટાક્ષાત્યંજનની જેમ ઉપયોગ કરવાથી શરીર હલકું રહે. તેથી પ્રણીતાહારથી રહિત શરીરવાળાને કામોન્માદ ન વધવાથી ઇંદ્રિયવિજય