________________
સૂત્ર-૧૯
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૭૭
પ્રકારની છે. શેરડી૨સનો વિકાર ફાણિત વગેરે ગોળ વિગઇ છે. ફાણિત(=ઢીલો ગોળ) વગેરે પ્રસિદ્ધ છે. ખાંડ, સાકર, ગોળ વિગઇ' નથી. દહીં વિગઇની જેમ ઘી વિગઇ પણ ચાર પ્રકારે જ છે. તલ, અળશી, સરસવ અને કુસુંબો એ ચારનું તેલ તેલવિગઇ છે. ઘી આદિના અવગાહથી થયેલી પૂરી વગેરે અવગાહ્યક(=અવગાહિમ) વિગઇ છે. આ દશમી વિગઇ પણ આદિ શબ્દના ગ્રહણથી ગ્રહણ કરેલી જ છે. આ પ્રમાણે આ રસવિગઇઓનું પ્રત્યાખ્યાન રસપરિત્યાગ પ્રત્યાખ્યાન છે. આ વિગઇઓ બળ કરનારી હોવાથી અને વીર્યવર્ધક=કામોદ્દીપક તરીકે પ્રસિદ્ધ હોવાથી હંમેશા ન વાપરવી જોઇએ. કારણ કે તે વિગઇઓ ચિત્તવિકારના કારણરૂપ છે. આ પ્રમાણે વિગઇઓ અન્વર્થસંજ્ઞાને પામે છે. (જે ચિત્તવિકારને કરે તે વિકૃતિ=વિગઇ એમ અર્થવાળી સંજ્ઞાને પામે છે.) આથી મુમુક્ષુએ સ્ત્રીના અંગોના નિરીક્ષણની જેમ વિગઇઓનું પચ્ચક્ખાણ કરવું જોઇએ. આ પ્રમાણે રસપરિત્યાગ વિશિષ્ટ તપ છે. વિરસ-રૂક્ષ આહારાદિનો અભિગ્રહ એવા ઉલ્લેખથી સાધુને વિકૃતિ વિના પણ પ્રાણરક્ષણ કરવાનું શક્ય છે. એમ જણાવે છે. જેમાંથી રસ ચાલ્યો ગયો છે તે વિરસ. રસથી રહિત એવા કોદરા, આયંબિલ અને પર્ણક વગેરે રૂક્ષ આહાર છે. આદિ શબ્દથી અંત-પ્રાંત આહારનું ગ્રહણ કરવું. વિવિક્તશય્યાસન તપ
વિવિવતશય્યાસનતા નામ' વૃત્તિ શય્યા શબ્દના ગ્રહણથી ત્રણ ઉપાશ્રયનું ગ્રહણ કરવું. આસન શબ્દના ગ્રહણથી પીઠ(=પાટલો) અને વૃષિક(=દર્ભ ઘાસનું આસન) વગેરે સમજવું. વિવિક્ત એટલે નિંદ્યજનના આગમનથી રહિત અને બીલ, પોલાણ આદિથી રહિત. વિવિક્ત એવું શય્યાસન તે વિવિક્તશય્યાસન. તેનો ભાવ તે વિવિક્તશય્યાસનતા.
૧. ખાંડ, સાકર વિગઇ તો છે પણ પાકી વિગઇ છે ગોળની જેમ કાચી વિગઇ નથી. તેથી અહીં કાચી વિગઇમાં ગણેલ નથી.
૨. અંત એટલે રસ વિનાનો આહાર. પ્રાંત એટલે ગૃહસ્થોના ભોજન કર્યા પછી વધેલો આહાર. ૩. ચાતુર્માસમાં ત્રણ ઉપાશ્રયો ગ્રહણ કરવાનો વિધિ છે. (જુઓ કલ્પસૂત્ર વ્યાખ્યાન નવમું.)