________________
૧૭૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૧૯
આચામ્લ, પર્ણક કે મંડક (ખાખરા)ને લઇશ એવો અભિગ્રહ કરે. ક્ષેત્રથી ઉંબરાને બે જંઘાની અંદર (વચ્ચે) કરીને ભિક્ષા આપે તો લઇશ. કાળથી સર્વભિક્ષાચરો ભિક્ષા લઇને જતા રહ્યા હોય ત્યારે ભિક્ષા લઇશ, ભાવથી હાસ્ય અને રુદન આદિમાં વ્યાવૃત હોય=રુદન આદિ કરતો હોય, બેડી આદિથી બંધાયેલો હોય, આંજેલી આંખોવાળો હોય, તમાલપત્ર જેવું તિલક જેણે કર્યું હોય તેવો દાયક જો આપે તો લઇશ. આ પ્રમાણે કોઇ એક દ્રવ્યાદિનો અભિગ્રહ કરીને શેષનું પ્રત્યાખ્યાન કરવું તે વૃત્તિપરિસંખ્યાન તપ છે.
રસત્યાગ તપ
,
‘રસરિત્યાગ:’ત્યાદ્રિ જે અતિશય સ્વાદ લેવાય છે=ખવાય છે તે રસ. રસોનો પરિહાર કરવો તે રસપરિત્યાગ. તે અનેક પ્રકારનો છે. રસો ઘણા હોવાથી જ તદ્યથા ઇત્યાદિથી રસોને પ્રત્યક્ષ કરે છે. મદ્યમાંસ-મધુ-નવનીતાનામ્” ત્યાદ્રિ ગોળ, લોટ, દ્રાક્ષ, ખજૂર આદિ દ્રવ્યોની સામગ્રીથી થયેલ અને મદના સામર્થ્યવાળું મદ્ય વિષ-ગર આદિની જેમ જીવને પરાધીન કરે છે. પરાધીન, મદને વશ બનેલો કાર્ય-અકાર્યના વિવેકથી રહિત અને જેના સ્મૃતિ અને સંસ્કાર અત્યંત ભ્રષ્ટ થયા છે એવો તે એવું કંઇ ગહિત(=નિંઘ) નથી કે જેને તે ન આચરે.
માંસ સર્વશાસ્ત્રોમાં (ત્યાજ્ય તરીકે) પ્રસિદ્ધ છે. તેનો પરિત્યાગ કલ્યાણકારી છે.
મધ માક્ષિક, કૌન્તિક અને ભ્રામર એમ ત્રણ પ્રકારનું છે. તે પણ જીવોના વિનાશથી થયેલું હોવાથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ ત્યાગ કરવા યોગ્ય છે.
માખણ ગાયનું, ભેંસનું, બકરીનું અને ઘેટીનું એમ ચાર પ્રકારે છે. માખણ રસવૃષ્ય(=બળને વધારનારું) હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. આદિ શબ્દના ગ્રહણથી દૂધ-દહીં-ગોળ-ઘી-તેલ એ પાંચ વિગઇઓનો નિષેધ કરાય છે. તેમાં દૂધ વિગઇ ગાયની, ભેંસની, બકરીની, ઘેટીની, ઊંટડીની એમ પાંચ પ્રકારની છે. દહીં વિગઇ પણ ઊંટડી સિવાય ચાર