________________
૧૭૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૧૯ પહેલા (ચોથા સૂત્રમાં) પ્રારંભાયેલ સમ્યફ શબ્દ (અહીં સુધી) ચાલ્યો આવે છે અને તે વિશેષણ છે. કેમકે, સમ્યગુ અનશન, સમ્યગુ અવમૌદર્ય એ પ્રમાણે વૃત્તિપરિસંખ્યાન વગેરે સર્વ શબ્દોમાં સમ્યગૂ શબ્દ જોડવો. પ્રશ્ન- સભ્ય એવા વિશેષણથી કોની વ્યાવૃત્તિ કરાય છે?
ઉત્તર– રાજા, શત્રુ અને ચોર આદિથી કરાયેલ આહારનિરોધ વગેરે તથા પંક્તિનિમિત્તે (લોકમાં પોતાનું મહત્ત્વ વધારવા, પ્રશંસા મેળવવા પ્રસિદ્ધિ આદિ નિમિત્તે) કે આજીવિકા આદિના હેતુથી હણાયેલ ભાવરૂપ દોષવાળાને સંયમનું રક્ષણ થતું નથી અને કર્મનિર્જરા થતી નથી. આથી (એવા તપને દૂર કરવા) સમ્યમ્ શબ્દનું ગ્રહણ કર્યું છે.
શાસ્ત્રોક્તમાં શ્રદ્ધાળુ હોવાથી સ્વસામર્થ્યની અપેક્ષાવાળો, દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવનો જાણકાર અને દિવસ-રાતમાં કરવા યોગ્ય ક્રિયાઓનો (ઓછી કરવી, બરોબર ન કરવી વગેરે રીતે) ત્યાગ નહિ કરતો જે અનશનાદિ તપને કરે છે તે કર્મનિર્જરાનો ભાગી થાય છે. એટલા માટે અને બાલતપનો નિષેધ કરવા માટે સમ્યફ શબ્દ ગ્રહણની અનુવૃત્તિ કરાય છે.
સંયમ સત્તર પ્રકારનું કહ્યું છે. અથવા પાંચ પ્રકારનું ચારિત્ર સંયમ છે. તેના પરિપાલન માટે કરાતો રસત્યાગાદિ તપ સમ્યગુ થાય છે. કર્મ જ્ઞાનાવરણીયાદિ, તેની નિર્જરા આત્મપ્રદેશોથી ખરી જવું. કહ્યું છે કે- જેવી રીતે યત્નપૂર્વક લંઘન કરવાથી પુષ્ટ પણ જવર વગેરે દોષ નાશ પામે છે તેવી રીતે સંવરયુક્ત જીવ એકઠાં કરેલાં બદ્ધ વગેરે પ્રકારના જ્ઞાનાવરણીય વગેરે કર્મોનો તપથી ક્ષય કરે છે. (પ્રશમરતિ ગા.૧૫૯) તપ પ્રાયઃ સર્વશાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તપ શુભ-અશુભ કર્મના ક્ષય માટે છે. માટે અહીં “કર્મનિર્જરા માટે” એમ કહ્યું છે. શબ્દ સમુચ્ચય માટે છે.
અનશન તપ તેમાં અનશન પહેલાં જ છે. આહારની ગવેષણા કરવામાં ૧. આ માટે જુઓ યોગબિંદુ ગાથા ૯૦ વગેરે.