________________
સૂત્ર-૧૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૬૧ સૂક્ષ્મસંપરાય–સૂક્ષ્મસંપરાયસંયમ શ્રેણિમાં ચઢતાને કે પડતાને હોય. શ્રેણિ ઔપશમિકી અને ક્ષાયિકી એમ બે પ્રકારની છે. તેમાં પથમિકશ્રેણિ અનંતાનુબંધી ચાર કષાયો, મિથ્યાત્વાદિ ત્રણ, નપુંસકવેદસ્ત્રીવેદ, હાસ્યાદિષક, પુરુષવેદ, અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણસંજવલન એ ૨૮ પ્રકૃતિઓનો ઉપશમ કરે છે. અપ્રમત્તસંયત શ્રેણિનો આરંભ કરે છે. બીજાઓ તો કહે છે- અવિરત, દેશવિરત, પ્રમત્તવિરત અને અપ્રમત્તવિરતમાંથી કોઈ પણ એક શ્રેણિનો આરંભ કરે છે. તે અંતર્મુહૂર્તમાં અનંતાનુબંધી ચારેય કષાયોને એકી સાથે ઉપશમાવે છે. પછી દર્શન ત્રિકને, પછી શ્રેણિમાં ચઢતો પુરુષ અનુદીર્ણ(=ઉદયમાં નહિ આવેલા) નપુંસકવેદને, પછી સ્ત્રીવેદને, શ્રેણિમાં ચઢતી સ્ત્રી પહેલાં નપુંસકવેદને, પછી પુરુષવેદને, શ્રેણિમાં ચઢતો નપુંસક પહેલાં
સ્ત્રીવેદને, પછી પુરુષવેદને, પછી હાસ્યાદિ ષકને, પછી નપુંસકવેદને, પછી અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણના એકી સાથે બે ક્રોધને, પછી સંજવલન ક્રોધને ઉપશમાવતા વચ્ચે (અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ એ) બે માનને, પછી સંજ્વલન માનને, પછી બે માયાને, પછી સંજ્વલન માયાને, પછી બે લોભને ઉપશમાવે છે. પછી સંજવલન લોભના સંખ્યાતા ભાગ કરીને કમથી ઉપશમાવીને પછી છેલ્લા ભાગના અસંખ્યભાગ કરે છે. પછી પ્રત્યેક સમયે એક-એક અસંખ્યભાગને ઉપશમાવતો તે અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ લોભને ઉપશમાવે છે. તે અસંખ્યભાગોને ઉપશમાવતો સૂક્ષ્મસંપરાયસંયમી થાય છે. તે અત્યંત વિશુદ્ધ અધ્યવસાયવાળો હોય અને દશમા ગુણસ્થાને રહેલો હોય. વધતા વિશુદ્ધઅધ્યવસાયવાળા, શ્રેણિમાં ચઢનારને વિશુદ્ધ અને શ્રેણિથી પડતાને સંક્લિષ્ટ ચારિત્ર હોય. ૧. એક જ ગુણસ્થાને રહેલાને શુદ્ધ અને સંક્લિષ્ટ ચારિત્ર હોય એ કેવી રીતે બને છે? આ
અંગે વ્યવહારિક દષ્ટાંતને વિચારીએ. બે વ્યક્તિને ૧૦૨ ડીગ્રી તાવ હોય. તેમાં એકને ૧૦૪ ડીગ્રીમાંથી ઉતરીને ૧૦૨ ડીગ્રી થયો હોય તો એ સારું ગણાય એમ મનાય છે. બીજાને ૧૦૦ ડીગ્રીમાંથી વધીને ૧૦૨ ડીગ્રી તાવ હોય તો એ સારું ન ગણાય. તેવી જ રીતે ચડતાનું ચારિત્ર વિશુદ્ધ ગણાય અને પડતાનું ચારિત્ર સંક્લિષ્ટ ગણાય.