________________
સૂત્ર-૧૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૫૧ भाष्यं-चारित्रमोहोदये एते नाग्न्यादयः सप्त परीषहा भवन्ति ॥९-१५॥
ભાષ્યાર્થ– ચારિત્રમોહના ઉદયમાં આ નાન્ય વગેરે સાત પરિષહો હોય. (૯-૧૫).
टीका- दर्शनमोहवर्जं शेषं चारित्रमोहनीयं, चारित्रं-मूलोत्तरगुणसम्पत्तिः मोहात्तत्पराङ्मुखत्वाच्चारित्रमोहनीयं, तदुदये सति नाग्न्यादयः सप्त परीषहा भवन्ति, नाग्न्यं जुगुप्सोदयात् अरत्युदयादरतिः वेदोदयात् स्त्रीपरीषहः निषद्यास्थानासेवित्वं तु भयोदयात् क्रोधोदयादाक्रोशपरीषहः मानोदयाद् याञ्चापरीषहः लोभोदयात् सत्कारपरीषह इति ॥९-१५॥
ટીકાર્થ દર્શનમોહ સિવાય શેષ મોહકર્મ ચારિત્રમોહનીય છે. ચારિત્ર એટલે મૂલગુણ-ઉત્તરગુણરૂપ સંપત્તિ. મોહના કારણે ચારિત્રથી પરામુખ કરવાના કારણે ચારિત્રમોહનીય છે. તેનો ઉદય થયે છતે નાન્ય વગેરે સાત પરિષદો થાય. જુગુપ્સાના ઉદયથી નાન્ય, અરતિના ઉદયથી અરતિ, વેદના ઉદયથી સ્ત્રીપરિષહ, ભયના ઉદયથી નિષદ્યાર સ્થાનનું સેવન, ક્રોધના ઉદયથી આક્રોશપરિષહ, માનના ઉદયથી યાચનાપરિષહ અને લોભના ઉદયથી સત્કાર-પુરસ્કારપરિષહ થાય. (૯-૧૫). વેની શેષા: ૨-દ્દા સૂત્રાર્થ– શેષ પરિષદો વેદનીયમાં હોય. (૯-૧૬)
भाष्यं- वेदनीयोदये शेषा एकादश परीषहा भवन्ति ये जिने सम्भवन्तीत्युक्तम् । कुतः शेषाः । एभ्यः प्रज्ञाज्ञानादर्शनालाभनाग्न्यारतिस्त्रीनिषद्याऽऽक्रोशयाचनासत्कारपुरस्कारेभ्य इति ॥९-१६॥
ભાષ્યાર્થ– વેદનીયમાં શેષ અગિયાર પરિષહો. જે પરિષહો જિનમાં હોય એમ (સૂ.૧૧માં) કહ્યું તે અગિયાર પરિષહો. કોનાથી શેષ પરિષદો? પ્રજ્ઞા, અજ્ઞાન, અદર્શન, અલાભ, નાન્ય, અરતિ, સ્ત્રી નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કાર-પુરસ્કાર એ પરિષહોથી શેષ. (૯-૧૬)