________________
૧૪૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૧૧-૧૨ સયોગી કેવળીમાં પરિષહોની વિચારણા--- વિવશ નિને ૨-૨ સૂત્રાર્થ– જિનમાં અગિયાર પરિષદો સંભવે છે. (૯-૧૧)
भाष्यं– एकादश परीषहाः सम्भवन्ति जिने वेदनीयाश्रयाः । तद्यथाक्षुत्पिपासाशीतोष्णदंशमशकचर्याशय्यावधरोगतृणस्पर्शमलपरीषहाः॥९-११॥
ભાષ્યાર્થ– જિનમાં વેદનીયના આશ્રયવાળા અગિયાર પરિષહો સંભવે છે. તે આ પ્રમાણે- સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ. (૯-૧૧)
टीका- एकादशैव परीषहाः । पूर्वोक्तचतुर्दशमध्यादपनीय अमून् प्रज्ञाज्ञानालाभाख्यास्त्रीन् एकादश शेषा भवन्ति वेदनीयकाश्रयाः, जितेषु मोहपुरःसरेषु ज्ञानदर्शनावरणान्तरायेषु क्षयमात्यन्तिकमुपगतेषु, घातिकर्मसूत्पन्नसकलज्ञेयग्राहिनिरावरणज्ञानो जिनः केवलीतियावत्, तत्रान्त्योपान्त्ययोर्गुणस्थानयोर्जिनत्वं तत्र सम्भवः ॥९-११॥
ટીકાર્થ– જિનમાં અગિયાર જ પરિષહો છે-સંભવે છે. પૂર્વોક્ત ચૌદ પરિષહોમાંથી પ્રજ્ઞા, અજ્ઞાન અને અલાભ એ ત્રણ પરિષદને બાદ કરીને બાકીના વેદનીયકર્મના આશ્રયવાળા અગિયાર પરિષદો સંભવે છે. મોહથી યુક્ત (અથવા મોહ જેમનો અગ્રેસર છે તેવા) જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ઘાતકર્મોનો આત્યંતિક ક્ષય થઈ ગયે છતે જેને સકળ જોયોને ગ્રહણ કરનારું નિરાવરણ જ્ઞાન ઉત્પન્ન થયું છે તે જિન છે, અર્થાતુ કેવળી છે. તેમાં અંત્ય(=ચૌદમા) અને ઉપાંત્ય(=૧૩મા) ગુણસ્થાનોમાં જિનપણું છે તેમાં ઉક્ત પરિષહોનો સંભવ છે. (૯-૧૧)
टीकावतरणिका-सर्वेषां परीषहकारणानामुदयसम्भवमङ्गीकृत्याहટીકાવતરણિકાર્થ સઘળા પરિષહકારણોના ઉદયના સંભવને સ્વીકારીને કહે છે– નવમાં ગુણસ્થાને પરિષહો– बादरसम्पराये सर्वे ॥९-१२॥