________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
छद्मस्थवीतरागसामान्याच्चैकवचनं, सूक्ष्मसम्परायश्च छद्मस्थवीतरागश्चेति द्वन्द्वः, तयोश्चतुर्दशैते भाष्यपरिपठिताः परीषहाः क्षुदादयो मलावसानाः
સૂત્ર-૧૦
૧૪૭
||૬-૦૫
ટીકાર્થ— ‘સૂક્ષ્મ’ ત્યાદ્રિ ચૌદ પરિષહોના સ્વામીવિશેષનું અવધારણ કર્યું છે. સંપરાય એટલે લોભ નામનો કષાય. સંપરાયના ખંડોનો નવમા ગુણસ્થાને ક્ષય થઇ ગયો છે. દશમા ગુણસ્થાનકે સૂક્ષ્મ લોભના પરમાણુઓ વિદ્યમાન છે. આથી સૂક્ષ્મ સંપરાય જેને છે તે સૂક્ષ્મ સંપરાય. તે શમક કે ક્ષપક હોય. સંયત એટલે મૂલગુણ-ઉત્તરગુણોથી યુક્ત. સૂક્ષ્મસંપરાયસંયતમાં આ ચૌદ પરિષહો સંભવે છે=ઉદયને પામે છે.
છદ્મ એટલે આવરણ. તેમાં જે રહેલો હોય તે છદ્મસ્થ, અર્થાત્ આવરણ સહિત જ્ઞાનવાળો. જેનો રાગ સઘળા મોહના ઉપશમથી કે ક્ષયથી જતો રહ્યો છે તે વીતરાગ. ક્રમથી અગિયારમે અને બારમે ગુણસ્થાને રહેલા સંયતો ગ્રહણ કરવામાં આવે છે.
પ્રશ્ન-છદ્મસ્થવીતરાગ ઉપશાંતમોહ અને ક્ષીણમોહ એમ બે પ્રકારના છે. તેથી છસ્થવીતરા સંયતે એમ એકવચનનો પ્રયોગ કેમ કર્યો?
ઉત્તર– તે બંનેમાં છદ્મસ્થવીતરાગતાની સમાનતા હોવાથી તે બંનેને એક ગણીને એકવચનનો પ્રયોગ કર્યો છે. સૂત્રમાં સૂક્ષ્મસંપ૨ાય અને છદ્મસ્થવીતરાગ એ પ્રમાણે દ્વન્દ્વ સમાસ છે. તે બેને ભાષ્યમાં કહેલા ક્ષુધાથી આરંભી મલ સુધીના ચૌદ પરિષહો હોય છે. (૯-૧૦)
टीकावतरणिका - भवस्थस्य केवलिनः शेषकर्म्मकारणाभावाद्वेदनीयसम्भवाच्च तदाश्रया एव परीषहा भवन्तीत्याह
ટીકાવતરણિકાર્થ— ભવસ્થકેવળીને' શેષકર્મરૂપ કારણ ન હોવાથી અને વેદનીય હોવાથી વેદનીયના જ આશ્રયવાળા પરિષહો થાય છે એમ કહે છે—
૧. અહીં ભાવાર્થ આ છે- પાંચ કર્મોના ઉદયથી પરિષહો સંભવે છે એમ નવમા સૂત્રના ભાષ્યમાં જણાવ્યું છે. ભવસ્થકેવળીને તેમાંથી ચાર કર્મોનો ક્ષય થઇ ગયો છે. આથી શેષ કર્મરૂપ કારણોનો અભાવ છે. અહીં શેષ એટલે વેદનીય સિવાયના.