________________
સૂત્ર-૯ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૪૫ (૨૨) અદર્શન– હું સર્વ પાપસ્થાનોથી વિરામ પામ્યો છું, ઉત્કૃષ્ટ તપને કરનારો છું. આસક્તિથી રહિત છું તો પણ ધર્મ-અધર્મ-આત્માદેવ-નારકાદિ ભાવોને(=પદાર્થોને) જોતો નથી. આથી આ બધું ખોટું છે એવો ભાવ એ અદર્શનપરિષહ છે. તેમાં આ પ્રમાણે વિચારે- જો પુણ્ય અને પાપરૂપ ફળવાળા ધર્મ અને અધર્મ કર્મરૂપ અને પુદ્ગલરૂપ છે એવો અર્થ કરવામાં આવે તો તે બેનું કાર્ય જોવાથી તે બે અનુમાનથી જાણી શકાય છે. હવે જો ક્ષમા-ક્રોધાદિ ધર્મ-અધર્મ છે એવો અર્થ કરવામાં આવે તો સ્વાનુભવ થતો હોવાથી અને આત્મપરિણામરૂપ હોવાથી ધર્મ-અધર્મ નથી એમ માનવામાં પ્રત્યક્ષથી વિરોધ છે. આત્મા વિજ્ઞાનસ્વરૂપ હોવાથી છેતરામણી નથી, આત્મા છે જ. દેવો તો મૈથુનસુખમાં આસક્ત હોવાથી, મનુષ્યલોકમાં તેમનું કોઈ કાર્યન હોવાથી અને દુષ્યમાકાળના (પાંચમા આરાના) પ્રભાવથી જોવામાં આવતા નથી. તીવ્ર વેદનાથી આર્ત નારકો તો પૂર્વકૃત કર્મના ઉદયરૂપ બેડીના બંધનથી પરવશ કરાયેલા હોવાથી પરતંત્ર બનેલા કેવી રીતે આવે ? આ પ્રમાણે વિચારનારને અદર્શનપરિષહનો જય થાય. રૂતિ શબ્દ પરિમાણ બતાવવા માટે છેતે–સુધાથી પ્રારંભી અદર્શન સુધીના પ્રત્યક્ષ કરાયેલા. દાવિંશતિઃ' રૂતિ બાવીસ જ છે, ન્યૂન નથી અને અધિક પણ નથી. “ધર્મસ્થ વિખદેતવ' (પરિષહો) ક્ષમાદિ રૂપ દશ ધર્મના અંતરાયમાં કારણરૂપ છે. સંવર નામના યથોક્ત પ્રયોજનને વિચારીને અને મોક્ષરૂપ સંવરફળને વિચારીને તથા રાગ-દ્વેષને હણીને પરિષદો સહન કરવા યોગ્ય છે.
કોઈક પરિષહો રાગના કારણે ઉદયને પામે છે અને કોઈક પરિષહો શ્રેષના કારણે ઉદયને પામે છે. આથી પ્રગટ થતા અને ચારે બાજુથી આવી પડેલા આ બધાય પરિષદો સહન કરવા યોગ્ય છે. પગ્નાનાવિ ઇત્યાદિથી સૂત્રના સંબંધને જોડે છે–