________________
૧૪૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૯ પાથરવાનું વસ્ત્ર પાતળું હોય ત્યારે તૃણાદિના પણ ઉપભોગની અનુજ્ઞા છે. કઠોર, કુશ અને દર્માદિ તૃણના તે સ્પર્શને જે સમ્યફ સહન કરે તેને તૃણપરિષહનો જય થાય છે.
(૧૮) મલ–રજ એટલે માત્ર ધૂળ. મલ (મેલ) તો પરસેવાના પાણીના સંબંધથી કઠિન થયેલો અને શરીરમાં જામી ગયેલો હોય છે. ઉનાળાના આગમનથી ઉત્પન્ન કરાયેલા ઘામના પાણીથી ભીનો થયેલો અને દુર્ગધી તે મેલ ઘણા ઉદ્વેગને પમાડે છે. તેને દૂર કરવા માટે ક્યારેય સ્નાન (કે જલ સિંચન) આદિની ઇચ્છા ન કરે. આ પ્રમાણે મલપરિષહ જય છે.
(૧૯) સત્કાર-પુરસ્કાર-ભક્ત-પાન-વસ્ત્ર-પાત્ર આદિથી(આદિના પ્રદાનથી) પરથી થતો યોગ પુરસ્કાર છે. સદ્ગુણોનું કીર્તન અને વંદન, અભ્યત્થાન અને આસનપ્રદાન આદિ વ્યવહાર પુરસ્કાર છે. તેમાં કોઈ સત્કાર ન કરે કે પુરસ્કાર ન કરે તો ષ ન પામે. માનસિક વિકારથી આત્માને દૂષિત ન કરે. આ પ્રમાણે સત્કાર-પુરસ્કારપરિષહ જય છે.
(૨૦) પ્રજ્ઞા– જેનાથી પ્રકૃષ્ટ જાણી શકાય તે પ્રજ્ઞા, પ્રજ્ઞા=અતિશય બુદ્ધિ. તેનાથી કે તેની પ્રાપ્તિમાં ગર્વને ધારણ ન કરે. એ પ્રમાણે પ્રજ્ઞાપરિષહનો જય થાય.
(૨૧) અજ્ઞાન– બુદ્ધિનો અભાવ હોવાથી પ્રજ્ઞાથી વિરુદ્ધ અજ્ઞાનથી પણ પરિષહ થાય. હું કંઈ જાણતો નથી, મૂર્ખ છું. સર્વથી પરાભવ પામેલો છું. આ પ્રમાણે પરિતાપને પામેલાને અજ્ઞાનપરિષહ થાય. પરિતાપને ન કરવાથી, આ કર્મવિપાક છે એમ વિચારવાથી પરિષહ જય થાય.
જ્ઞાન એટલે શ્રુતજ્ઞાન. ચૌદ પૂર્વ અને અગિયાર અંગો શ્રત છે. હું સંપૂર્ણ શ્રુતધર છું એમ ગર્વ ન કરે તેમાં ગર્વન કરવાથી જ્ઞાનપરિષહનો જય થાય. જ્ઞાનથી વિરુદ્ધ અજ્ઞાનથી પણ જ્ઞાનનો અભાવ હોવાના કારણે પરિષહ થાય. જ્ઞાનાવરણીયના ઉદયથી ક્ષયોપશમ અને ઉદયનો આ વિલાસ(=રમત) છે. સ્વકૃતકર્મફળને ભોગવી લેવાથી કે તપ કરવાથી અજ્ઞાન દૂર થાય એમ વિચારનારને અજ્ઞાનપરિષહનો જય થાય છે.