________________
૧૨૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૮ भाष्यं- सम्यग्दर्शनादेर्मोक्षमार्गादच्यवनार्थं कर्मनिर्जरार्थं च परिषोढव्याः परीषहा इति ॥९-८॥
ભાષ્યાર્થ– સમ્યગ્દર્શન વગેરે મોક્ષમાર્ગથી પતન ન થાય માટે અને કર્મોની નિર્જરા થાય માટે સહન કરવા યોગ્ય છે તે પરિષહો છે. (૯-૮)
टीका- अर्थशब्दः प्रत्येकमभिसम्बध्यते, मार्गाच्यवनार्थं निर्जरार्थं, परीषहसहने मार्गाच्यवनं प्रयोजनं, कदाचित् क्लिष्टचित्तः क्लीबत्वात् तत्सहनाप्रवृत्तः सन्मार्गात् प्रच्यवेतापि अतस्तत्सहनादरः, मार्गस्थस्य तु सम्यगधिसहमानस्य गिरेरिव निष्प्रकम्पचेतसो निराकुलिकध्यानस्य जायते कर्मनिर्जरा, एतदेवाह-सम्यग्दर्शनादेरित्यादि तत्त्वार्थश्रद्धानादिलक्षणो मार्गो निर्वृतेरात्यन्तिक्याः तस्मान्मार्गान् मा प्रच्युतिर्भविष्यतीति सह्यन्ते परीषहाः, तथा ज्ञानावरणादिकर्मक्षपणार्थं परिषोढव्याः परीषहाः, सिद्धिप्राप्तिकारणसंवरविघ्नहेतवः परिषोढव्या परीषहा इति निर्वचनं, समन्तादापतन्तः क्षुत्पिपासादयो द्रव्यक्षेत्रकालभावापेक्षाः षोढव्याः सहितव्या परीषहाः भण्यन्ते परिसह्यन्त इति परीषहाः ॥९-८॥
ટીકાર્થ- અર્થશબ્દનો માવનાર્થ નિર્નાર્થ એમ પ્રત્યેકની સાથે સંબંધ છે. પરિષહોને સહવામાં માર્ગથી અપતન પ્રયોજન છે. ક્યારેક સંક્લિષ્ટચિત્તવાળો તે સત્ત્વહીન હોવાથી પરિષદોને સહન ન કરતો માર્ગથી પતિત પણ થાય. આથી પરિષહોને સહન કરવામાં આદર પ્રયત્ન કરવો જોઈએ. માર્ગમાં રહેલા, પરિષદોને સમ્યફ સહન કરતા, પર્વતની જેમ સ્થિર ચિત્તવાળા, વ્યાકુલતા રહિત ધ્યાનવાળાને કર્મનિર્જરા થાય છે. આને જ ભાષ્યકાર કહે છે.
સગર્જના રૂત્યાદ્રિ આત્યંતિક(=નાશ ન પામે તેવા) મોક્ષનો તત્ત્વાર્થશ્રદ્ધાન આદિ માર્ગ છે. એ માર્ગથી પતન ન થાય એ માટે પરિષદો સહન કરવામાં આવે છે તથા જ્ઞાનાવરણીય વગેરે કર્મોનો ક્ષય કરવા માટે પરિષદો સહન કરવા જોઇએ. સિદ્ધિ પ્રાપ્તિનું કારણ એવા સંવરમાં વિઘ્નના હેતુઓ છે અને તેથી જે સહન કરવા યોગ્ય છે તે