________________
સૂત્ર-૭ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૨૫ “પર્વ ાવિતતસ્તત્ત્વજ્ઞાનવિશુદ્ધિર્મવતિ તિ ઉક્ત રીતે લોકસ્વરૂપનું ચિંતન કરનારને તે જીવાદિ પદાર્થોનું નિર્મળ શંકાદિ દોષથી રહિત જ્ઞાન થાય છે. જેમ કે ભગવાને કહ્યું છે કે “સર્વસ્થાનો અશાશ્વત છે.” (હમણાં જ) જેનું વર્ણન કર્યું છે તેવા લોકમાં ક્યારેય કોઇપણ સ્થાન શાશ્વત નથી કે જ્યાં આત્માની નિત્ય રહેનારી નિવૃત્તિ થાય” એમ (લોક ભાવના દ્વારા) કહે છે. પરલોકની અપેક્ષાથી રહિત જીવની ચિત્તવૃત્તિ મોક્ષ માટે જ ઉપયોગી થાય છે. આ પ્રમાણે લોકભાવના છે.
નારી સંસારે ઇત્યાદિથી બોધિદુર્લભ ભાવનાનું નિરૂપણ કરે છે–
નાવી રૂતિ સર્વકાળ રહેનારા સંસારની નરકાદિ ગતિમાં કેવા સ્વરૂપથી રહેનારા ? એથી કહે છે- “તેવુ તેવુ મવગ્રહળવું', તે જ નરકતિર્યંચ-મનુષ્યદેવોના ભવજન્મોમાં ચક્રની જેમ ફરી ફરી અનંતવાર પરિભ્રમણ કરતા વિવિધ પ્રકારના શારીરિક-માનસિક દુઃખોથી ચખાયેલ( હેરાન કરાયેલ) તત્ત્વાર્થઅશ્રદ્ધા-અવિરતિ-પ્રમાદકષાયાદિથી દૂષિત મતિવાળા અને જ્ઞાનાવરણાદિના ઉદયથી પરાભવ પામેલા જીવને સમ્યગ્દર્શન-વિરતિ-અપ્રમાદ-કષાયાભાવથી વિશુદ્ધ એવો બોધિદુર્લભ છે. અહીં વિભક્તિના પરિણામથી( ફેરફારથી) સંબંધ જોડવો, અર્થાત્ સન્તો: દુર્તમ એવા પ્રયોગના સ્થાને નતુના કુર્તા (જીવથી દુઃખથી મેળવી શકાય છે) એમ કરવું. બોધિ શબ્દથી અહીં ચારિત્ર જ વિવક્ષિત છે. અથવા પાઠાંતર છે. (
અ નાવિધર્વર્તમો ભવતિ એવો પાઠ છે.) સમ્યગ્દર્શનાદિ એ જ બોધિ છે. જેમાંથી સઘળા શંકાદિ દોષો દૂર થયા છે (અને એથી) જે સઘળા શંકાદિ દોષોથી રહિત છે તે સમ્યગ્દર્શનાદિ બોધિ દુઃખથી મેળવાય છે. આ પ્રમાણે બોધિના દુર્લભપણાને ચિંતવતા એવા તેને બોધિને પામીને પ્રમાદ ન થાય. આ પ્રમાણે બોધિદુર્લભત્વ અનુપ્રેક્ષા છે. ૧. વાક્યનો સંબંધ જળવાઈ રહે એ માટે જ્ઞાનાવરઘુવયમૂિત એ પદનો ટીકાર્થ અનુવાદમાં લખ્યો નથી.