________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૭
પદ્માસ્તિાયાત્મમ્ ઇત્યાદિથી લોકભાવનાના સ્વરૂપનું નિરૂપણ
૧૨૪
કરે છે—
ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ એ નામના પાંચ અસ્તિકાયો છે. પાંચ અસ્તિકાયો જેનું સ્વરૂપ છે તે પંચાસ્તિકાયાત્મક, પંચાસ્તિકાયાત્મક લોકને આગળ કહેશે. વિવિધ પ્રકારવાળો પરિણામ જેનો છે તે વિવિધ પરિણામવાળો. તે જ વિવિધ પરિણામને બતાવે છે- લોક ઉત્પત્તિ-સ્થિતિવિનાશ-અનુગ્રહ-પ્રલયથી યુક્ત છે. ઉત્પત્તિ પ્રતિક્ષણવર્તિની અને કાલાંતરવર્તિની એમ બે પ્રકારની છે. પ્રતિક્ષણવર્તિની ઉત્પત્તિ જાણી ન શકાય તેવા અંત્યપ્રલયથી અનુમેય છે. પરિણામભાવવાળા અસ્તિકાયો પ્રતિક્ષણ બીજી બીજી રીતે ઉત્પન્ન થાય છે. મૃદ્રવ્ય વિખરાયેલા મૃભાવને છોડીને પિંડાદિરૂપે પરિણમે તે કાલાંતરવર્તિની ઉત્પત્તિ છે.
સ્થિતિ એટલે રહેવું. કેમ કે અસ્તિકાયરૂપે સદા રહે છે. અસ્તિકાયો ધર્માસ્તિકાયાદિ સંજ્ઞાને છોડતા નથી તથા વચન, અર્થ અને પર્યાયોથી સદા રહે જ છે.
અન્યતા એટલે ઉત્પત્તિ-સ્થિતિથી ભિન્નપણું, અર્થાત્ વિનાશ. વિનાશ પણ ક્ષણિક અને કાલાંતરવર્તી એમ બે પ્રકારે છે. વસ્તુનું વિવક્ષિત ક્ષણથી બીજી ક્ષણે ભિન્નપણું અવશ્ય થાય છે. આથી અવસ્થાંતરની પ્રાપ્તિ એ જ વિનાશ છે. નિરન્વય વિનાશ ક્યાંય નથી.
સ્થિતિ અને ઉત્પત્તિ જીવોને અનુગ્રહ કરનારી છે. ઉત્પન્ન થયેલો અને રહેલો ઘટ જલાહરણરૂપે અને જલધારણરૂપે અનુગ્રહ કરે છે.
વિનાશ સંજ્ઞાવાળો કાલાંતરભાવી પ્રલય પણ અનુગ્રહ કરનારો થાય છે. જેમકે કુંડલના અર્થીને કડાનો વિનાશ.
આથી જ ઉત્પત્તિ આદિથી યુક્ત લોક ઉત્પત્તિ આદિ પરિણામ સ્વભાવવાળો છે. જીવ-અજીવનું આધારક્ષેત્ર એ લોક છે. આથી જ વિત્રસ્વભાવમ્ ચિત્ર-વિવિધ પ્રકારવાળો સ્વભાવ-સ્વરૂપ જેનું છે તે ચિત્રસ્વભાવ. લોક સુખ-દુઃખ-પ્રકર્ષ-અપકર્ષ સ્વરૂપ છે અને કર્મપરિણામ વિચિત્ર છે. આથી લોક ચિત્ર સ્વભાવવાળો છે.