________________
सूत्र
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
અને જ્ઞાન-દર્શનાવરણ-મોહ-અંતરાયના ઉદયથી પરાભવ પામેલા જીવને સમ્યગ્દર્શનાદિથી વિશુદ્ધ બોધિ દુર્લભ છે એમ ચિંતન કરે.
આ પ્રમાણે બોધિના દુર્લભપણાને ચિંતવતા એવા એને બોધિને પામીને પ્રમાદ ન થાય. આ પ્રમાણે બોધિદુર્લભભાવના છે.
८७
સમ્યગ્દર્શનરૂપ દ્વારવાળો, પંચમહાવ્રતરૂપ સાધનવાળો, દ્વાદશાંગીથી ઉપદિષ્ટ તત્ત્વવાળો, ગુપ્તિ આદિથી વિશુદ્ધ અવસ્થાવાળો, સંસારથી પાર પમાડનારો અને નિઃશ્રેયસને પમાડનારો ધર્મ અહો ! પરમર્ષિ એવા અર્હભગવાને સારો કહ્યો છે.
આ પ્રમાણે ધર્મસ્વાખ્યાતત્વનું ચિંતન કરતા એને માર્ગથી પતિત(=ભ્રષ્ટ) ન થવામાં અને માર્ગના ચરણમાં સ્થિરતા થાય છે. આ પ્રમાણે ધર્મસ્વાખ્યાતત્વ ચિંતન અનુપ્રેક્ષા છે. (૯-૭)
टीका - तत्रानित्यादयो धर्मस्वाख्यातान्ताः कृतद्वन्द्वा: विहितभावप्रत्यया अनुचिन्तनशब्देन सह कृतषष्ठीतत्पुरुषसमासाः समानाधिकरणमनुप्रेक्षाशब्देन सह सम्प्रतिपद्यन्ते, अपरे पठन्ति अनुप्रेक्षा इति, अनुप्रेक्षितव्या इत्यर्थः, अपरेऽनुप्रेक्षाशब्दमेकवचनान्तमधीयते, तत्रार्थोऽनित्यादिचिन्तनमनुप्रेक्षोच्यते, बहुवचनान्ते त्वनित्यादिचिन्तनान्यनुप्रेक्षा इति, एता द्वादशानुप्रेक्षा इत्यादि भाष्यं, एता इत्यनित्यादिका परामृष्यन्ते, द्वादशेति द्वादशैव, नाधिका न्यूना वा, अनुप्रेक्षणमनुप्रेक्षा, अनुप्रेक्ष्यन्ते अनुचिन्त्यन्ते इति वाऽनुप्रेक्षाः ।
तत्र तास्वनित्या भावना तावद्भण्यते - अभ्यन्तरं शरीरद्रव्यं, जीवप्रदेशैर्व्याप्तत्वात्, बाह्यानि शय्यासनवस्त्रादीनि आदिग्रहणादौघिकौपग्रहिकोपधेः समस्तस्य ग्रहणं, तत्र शरीरं तावज्जन्मनः प्रभृति पूर्वमवस्थानं जहदुत्तरामवस्थामास्कन्दत् प्रतिक्षणमन्यथा अन्यथा च भवज्जराजर्जरितसकलावयवं पुद्गलजालविरचनामात्रं पर्यन्ते परित्यक्तसन्निवेशविशेषं विशीर्यत इत्यनित्यमेव, परिणामानित्यत्वात्,