________________
સૂત્ર-૭
૬૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ हिंसा नामे'ति, नहि लक्ष्यमुपरतलक्षणव्यापारमभिधित्सितस्यार्थस्य जातुचिदामोदायेति, तत्र तेषु पञ्चसु हिंसा किलक्षणेति हिंसैव तावत् पृच्छ्यते, तल्लक्षणवैपरीत्यात्त्वहिंसा सुज्ञानैव, न च भिन्नजातीयानां पदार्थानां युगपल्लक्षणमभिधातुं शक्यं, अतः क्रमेण निर्देशे सति हिंसामेव तावद्वाचकमुख्यः निरूपयितुमाह अत्रोच्यत इति, अत्र हिंसालक्षणप्रश्ने भण्यते तल्लक्षणं
ટીકાવતરણિકાર્થ– અત્રદ ઇત્યાદિથી આગળના સૂત્રના સંબંધને કહે છે. જેણે હિંસાદિના લક્ષણનું અવધારણ કર્યું નથી એવા જીવની હિંસાદિથી નિવૃત્તિ વ્રત છે એમ આપે પ્રસ્તુત અધ્યાયની આદિમાં કહ્યું છે. તેમાં અમે જાણતા નથી કે જેમનાથી વિરતિ એ વ્રત છે તે હિંસાદિનું લક્ષણ શું છે? હિંસાદિને નહિ જાણતા પુરુષનો આ પ્રમાણે પ્રશ્ન છે.
તત્ર 1 હિંસા નામ' તિ કહેવાને ઇચ્છેલા અર્થનું જેના લક્ષણનો વ્યાપાર વિરામ પામેલો છે તેવું લક્ષ્ય ક્યારેય હર્ષ માટે ન થાય. અહીં ભાવાર્થ આ છે- કહેવાને ઇચ્છેલા અર્થનું લક્ષ્ય હર્ષ માટે ન થાય. કેવું લક્ષ્ય? જેના લક્ષણનો વ્યાપાર વિરામ પામેલો છે તેવું લક્ષ્ય, અર્થાત્ જેનું લક્ષણ કહેવાયું નથી તેવું લક્ષ્ય. કહેવાને ઇચ્છેલા અર્થનું જે લક્ષ્ય હોય તે લક્ષ્યનું જો લક્ષણ કહેવાયું ન હોય તો તે લક્ષ્ય હર્ષ માટે ન થાય. માટે પહેલાં લક્ષ્યનું લક્ષણ કહેવું જોઈએ. તત્ર એટલે હિંસાદિ પાંચમાં. હિંસાદિ પાંચમાં હિંસા કયા લક્ષણવાળી છે? અર્થાત્ હિંસાનું લક્ષણ શું છે? આ પ્રમાણે હિંસા જ પૂછાય છે. (જ કારથી અહિંસાનો વ્યવચ્છેદ કર્યો છે.) (કારણ કે) હિંસાના લક્ષણથી વિપરીતપણાથી અહિંસા સુખપૂર્વક જ જાણી શકાય છે. ભિન્નજાતિવાળા પદાર્થોનું લક્ષણ એકી સાથે કહેવા માટે શક્ય નથી. આથી (લક્ષણનો) નિર્દેશ ક્રમથી થઈ શકતો હોવાથી વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજા (પહેલા) હિંસાનું જ નિરૂપણ કરવા માટે કહે છે- મત્રોને, અહીં એટલે હિંસાના લક્ષણના પ્રશ્નમાં. હિંસાના લક્ષણના પ્રશ્નમાં હિંસાનું લક્ષણ કહેવાય છે