________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૭
આ પ્રમાણે વારંવાર વિચારાતો આ જગત્સ્વભાવ સંવેગ માટે થાય છે. ‘જાયસ્વમાવ:’ ફત્યાદ્રિ અનિત્યતા, દુ:ખહેતુત્વ, નિઃસારતા, અશુચિત્વ કાયાનો સ્વભાવ છે.
અનિત્યતા— કાયા જન્મથી જ અનિત્ય છે. બાલ-કુમાર-યૌવન-પ્રૌઢવૃદ્ધાવસ્થાને પામે છે. આથી શરીરની આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધીની સ્વાભાવિક અનિત્યતાને વિચારે. આયુષ્ય પૂર્ણ થયા પછી પ્રજવલિત અગ્નિથી અથવા કૂતરાના કે પક્ષીના આગમનથી અથવા પવન-તડકા વડે સુકાવાથી શરીર (નાશ પામતું પામતું) પરમાણુ સુધી વિભક્ત થાય છે. આથી શરીર અનિત્ય છે એમ કહેવાય છે.
૬૪
દુઃખહેતુત્વ દુઃખનું કારણ બનવું એ કાયાનો સ્વભાવ છે. દુઃખ એટલે પીડા. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી દુઃખનો ઉપભોગ છે=દુઃખ ભોગવવું પડે છે.
નિઃસારતા– નિઃસારતા કાયાનો સ્વભાવ છે. ચામડી-માંસાદિના સમૂહનો ભેદ કરવાથી(=ચામડી આદિ દરેકને અલગ કરીને) શરીરને છૂટું કરવા છતાં જરા પણ સાર પ્રાપ્ત થતો નથી. આ પ્રમાણે વિચારતા સાધુને શરીર ઉપર રાગ થતો નથી.
અશુચિત્વ– અશુચિપણું કાયાનો સ્વભાવ છે. કારણ કે શરીરનું મૂળકારણ લોહી અને વીર્ય છે. પછીનું કારણ આહાર છે. તેનો વિપાક અશુભ છે. આમ કાયા અશુચિ જ છે એમ વિચારે. આ પ્રમાણે વિચારતા સાધુને સંવેગ અને વૈરાગ્ય થાય.
‘તંત્ર સંવેો નામ' હત્યાવિ, સંવેગ અને વૈરાગ્ય એ બેમાં સંવેગનું સ્વરૂપ આ પ્રમાણે છે
સંસારભીરુત્વ– ભીરુ એટલે ભયના સ્વભાવવાળો. સંસાર એટલે સઘળા દુઃખોનું મૂળ એવો નાક-તિર્યંચ-મનુષ્ય-દેવોના ભવોનો વિસ્તાર. સંસારથી ભીરુ તે સંસારભીરુ, તેનો ભાવ તે સંસારભીરુત્વ.