________________
સૂત્ર-૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
આદિમાન પરિણામ છે. ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનો લોકાકાશવ્યાપિત્વ વગેરે અનાદિમાન પરિણામ છે. ગતિ-સ્થિતિરૂપે પરિણત દ્રવ્યથી ઉત્પન્ન કરાયેલ પરિણામ આદિમાન છે. લોકાકાશનો અમૂર્તત્વ, અસંખ્યપ્રદેશવત્ત્વ વગેરે અનાદિમાન પરિણામ છે. અવગાહક દ્રવ્યની અપેક્ષાએ આદિમાન પરિણામ છે.
૬૩
એમનાથી યુક્ત પ્રાદુર્ભાવ વગેરે જગત્સ્વભાવ છે. અનાઘામિત્વરિળામ એવા શબ્દો ગ્રહણ કરવાથી પ્રાદુર્ભાવ વગેરે શબ્દો વિશેષ્ય થાય છે, અર્થાત્ અનાવિમાન્ પરિણામ અને આવિમાન્ પરિણામ વિશેષણ છે અને પ્રાદુર્ભાવ વગેરે વિશેષ્ય છે. પ્રાદુર્ભાવ-તિરોભાવ-સ્થિતિ એટલે ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય.
પ્રાદુર્ભાવ– અનાદિ પરિણામથી વિશિષ્ટ એવો પ્રાદુર્ભાવ, પ્રાદુર્ભાવ એટલે વસ્તુનો પોતાનો લાભ, અર્થાત્ વસ્તુની તેવા પ્રકારની સ્થિતિ થવી. આદિમાન પરિણામથી વિશિષ્ટ એવો પ્રાદુર્ભાવ. પ્રાદુર્ભાવ એટલે પર્યાયાંતરની ઉત્પત્તિ. (અહીં અનાદિપરિણામથી વિશિષ્ટ પ્રાદુર્ભાવના અને આદિ પરિણામથી વિશિષ્ટ પ્રાદુર્ભાવના અર્થમાં ભેદ છે.)
તિરોભાવ– સંતતિરૂપે રહેલો સ્વાભાવિક વિનાશ જ તિરોભાવ છે. [દરેક વસ્તુ પ્રતિસમય પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. માટે અહીં (સન્તાનરૂપે=)સંતતિરૂપે એમ કહ્યું છે.]
સ્થિતિ– અનાદિરૂપ સ્થિતિ એ ધ્રૌવ્ય છે. તે અનાદિ પરિણામ છે. અન્યત્વ– અન્યત્વ એટલે સર્વદ્રવ્યોનો પરસ્પર ભેદપરિણામ. આ ભેદપરિણામ અનાદિમાન છે.
અનુગ્રહ– અનુગ્રહ એટલે જીવોનો પરસ્પર ઉપકાર કરવો વગેરે પરિણામ. આ પરિણામ આદિમાન અને અનાદિમાન છે. (સામાન્યથી ઉપકાર વગેરે પરિણામ અનાદિમાન છે. તે તે જીવનો તે તે જીવ ઉપર ઉપકાર વગેરે આદિમાન છે.)
વિનાશ–પ્રાયોગિક(=પ્રયત્નથી કરાયેલ) વિનાશ આદિમાન પરિણામ છે.