________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૪
હોય ભીની કરી દીધી હોય, હાથી મહાવતનો આદશ્ન કરતો હોય એથી મહાવતે તીક્ષ્ણ અંકુશ વાપરીને આગળના ભાગમાં તીક્ષ્ણ વેધ કર્યો હોય એના કારણે હાથીને પીડા થઈ હોય આ રીતે મદકાળે અતિશય ઉન્મત્ત બનેલો હાથી સુખને પામતો નથી તેની જેમ મૈથુનસેવી સુખને પામતો નથી.
મૈથુનસેવી સુખને પામતો નથી તેમાં વિપ્રમોશ્ચાત્તાવિત્તત્વ અને વિપ્રકીર્ણેન્દ્રિયત્વ એ બે હેતુઓ છે. મૈથુનસેવી વિક્રમથી(=વિલાસવિશેષથી) અનવસ્થિત ચિત્તવાળો હોવાથી અને વિષયોમાં ઇન્દ્રિયવૃત્તિને પ્રવર્તાવનારો હોવાથી સુખને પામતો નથી. અતૃપ્તને સુખની સાથે સંબંધ ક્યાંથી હોય?
મોદભૂતશ ઇત્યાદિથી મોહનીયકર્મના ઉદયને સૂચવે છે. સ્ત્રીપુરુષ-નપુંસક વેદના ઉદયથી પરાભવ પામેલ તે (તથા=) પૂર્વે કહ્યું તેમ ચેષ્ટા કરે છે. પ્રશ્ન- તથા શબ્દનો પૂર્વે કહ્યું તેમ' એવો અર્થ કેવી રીતે કર્યો?
ઉત્તર- (ત્ત શબ્દાત્ પૂર્વોક્તવિધિસમુન્વય =) ૨ શબ્દથી પૂર્વોક્ત વિધિનો સંગ્રહ થયો છે. તેથી તથા શબ્દથી “પૂર્વે કહ્યું તેમ એવો અર્થ થાય.
મોહથી પરાભવ પામેલ જીવ ગ્રહાવેશવાળા પુરુષની જેમ આ કાર્ય છે, આ અકાર્ય છે એ જાણતો નથી. કારણ કે પરવશ છે. તેથી વિવેકરહિત હોવાથી બધા જ અશુભકાર્યનો પ્રારંભ કરે છે. બધાં જ કાર્યોને શુભ માને છે એવો અભિપ્રાય છે.
પરંવાર ઇત્યાદિથી આ લોકના અને પરલોકના અનર્થોને બતાવ્યા છે. બીજાઓની દારા તે પરદારા. પરદારા એટલે બીજાઓએ સ્વીકારેલી સ્ત્રીઓ. પરદાર શબ્દથી વાચ્ય સઘળો મૈથુનવ્યાપાર(=મૈથુનપ્રવૃત્તિ) શ્રુતજ્ઞાનમાં(ત્રશાસ્ત્રમાં) પ્રતિષિદ્ધ છે. પરસ્ત્રીગમનથી ઉત્પન્ન થયેલી વૈરપરંપરા, શિરચ્છેદ(?લિંગછેદ), તાડન, બંધન, ધનાપહાર આદિ અનર્થોને પામે છે. આદિ શબ્દના ગ્રહણથી વિવિધ યાતનાઓને પામે છે.