________________
સૂત્ર-૪
૨૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ તથા વિભ્રમથી અસ્થિરચિત્તવાળો, ઇન્દ્રિયને છૂટો દોર આપનારો મદોન્મત્ત હાથીની જેમ નિરંકુશ બનેલો અબ્રહ્મચારી સુખને પામતો નથી. મોહથી પરાભવ પમાડાયેલો, કાર્ય-અકાર્યને નહીં જાણતો, એવું કોઈ અકાર્ય નથી કે જેને તે ન આચરે અને આ જ ભવમાં પરસ્ત્રીગમનથી ઉત્પન્ન કરાયેલી વૈરપરંપરા, લિંગછેદ, વધ, બંધન, ધનાપહારાદિ અનર્થોને પામે છે અને પરભવમાં (નરકાદિ) અશુભગતિને પામે છે તથા નિંદાપાત્ર બને છે. આથી અબ્રહ્મથી અટકવું શ્રેયસ્કર છે.
જેવી રીતે જેના હાથમાં માંસપેશી છે તેવો પક્ષી માંસ ખાનારા બીજા પક્ષીઓથી પરેશાન થાય છે તેવી રીતે પરિગ્રહધારી ચોરો વગેરેથી પરેશાન થાય છે.
અર્જન-રક્ષણ-ક્ષયથી કરેલા દોષોને પામે છે. જેમ અગ્નિને કાષ્ઠોથી તૃપ્તિ થતી નથી તેમ જીવને ઉપભોગથી તૃપ્તિ થતી નથી. લોભાભિભૂતત્વના કારણે કાર્યકાર્યની અપેક્ષાથી રહિત હોય છે. અને પરલોકમાં અશુભગતિને પામે છે.
આ લુબ્ધ છે એમ નિઘ થાય છે. આથી પરિગ્રહથી અટકવું શ્રેયસ્કર છે. (૭-૪)
टीका- एतद् व्याचष्टे-'हिंसादिष्वि'ति, हिंसादिष्वाश्रवेषु कियत्सु?, पञ्चस्वित्याह-हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेषु आश्रवा उक्तलक्षणास्तेष्वपायदर्शनमवद्यदर्शनं च भावयेत्, इहैवामी प्रत्यवाया हिंसादिषु प्रवृत्तस्य दृश्यन्ते, पापविपाकश्च दारुणोऽमुत्रामुष्मिन् परलोके नरकादिजन्मनि (इत्येवं) अपायानर्थपरम्परां मुहुर्मुहुर्भावयेत्, तद्यथेति हिंसायास्तावदपायान् व्याचष्टे-'हिंस्र'-इति हिंसनशीलो हिंस्रः प्राणव्यपरोपणजातसक्तिः हिशब्दो यस्मादर्थे नित्यं सततं उद्वेजनीयः संत्रासकारी, यतो भीषणवेषो ललाटतटारोपितभ्रूभङ्गः, अतः सत्त्वानामुद्वेगकारीति, नित्यानुबद्धवैरश्चेति