________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૩
ક્રોધપ્રત્યાખ્યાન— ક્રોધ કષાયવિશેષ છે, મોહકર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે, અપ્રીતિરૂપ છે, પ્રાયઃ દ્વેષરૂપ છે. ક્રોધના ઉદયથી ક્રોધને આધીન બનેલ સ્વ-પરથી નિરપેક્ષ અને ગમે તેમ બોલનારો વક્તા અસત્ય પણ બોલે છે. આથી ક્રોધનું પ્રત્યાખ્યાન કલ્યાણ ક૨ના૨ છે એમ આત્મામાં ભાવના ભાવે છે, એ પ્રમાણે ક્રોધ પ્રત્યાખ્યાન ભાવનાથી આત્માને વાસિત કરતો જીવ સત્યવચનના(=અસત્ય ન બોલવાના) નિયમનો ભંગ કરતો નથી. ક્રોધપ્રત્યાખ્યાન એટલે ક્રોધની નિવૃત્તિ અથવા ઉત્પત્તિનો અભાવ. (નિવૃત્તિ એટલે ક્રોધમોહનીયનો ક્ષય થવાથી આત્મામાં ક્રોધની સત્તા જ ન હોય. ઉત્પત્તિનો અભાવ એટલે ક્રોધથી થનારા દોષોના ચિંતન આદિથી ક્રોધનો ઉદય ન થવા દેવો. અથવા અંતરમાં ક્રોધ થઇ જાય તો પણ બહાર ન આવવા દેવો, જેથી ક્રોધ નિષ્ફળ બને.)
૨૨
લોભપ્રત્યાખ્યાન– લોભ એટલે તૃષ્ણા. લોભ ખોટી સાક્ષી આપવી વગેરે દોષોનો અગ્રણી(=નેતા) છે. સઘળા સંકટોનો(=આપત્તિઓનો) અદ્વિતીય રાજા છે. સમુદ્રની જેમ ન પૂરી શકાય તેવો છે. કર્મના ઉદયથી પ્રગટ થયેલ રાગના પરિણામરૂપ છે. લોભના ઉદયથી પણ જીવ અસત્ય બોલનારો થાય. આથી સત્ય વ્રતનું પાલન કરનારે લોભરૂપ પરિણામનું પ્રત્યાખ્યાન કરવું જોઇએ એમ વિચારવું જોઇએ.
અભીરુત્વ— ભયના સ્વભાવવાળો ભીરુ. (ભીરુનો ભાવ તે ભીરુત્વ). ભીરુત્વ(=ભય) ઐહિકાદિ ભેદથી સાત પ્રકારે છે. ભયમોહનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. તેના ઉદયથી અસત્ય ભાષણ સુલભ બને છે. માટે અભીરુત્વભાવનાને ભાવે. અભીરુ આ ચોર કે
૧. મિયો હ-રુ-તુમ્ (સિદ્ધહેમ ૫-૨-૭૬) એ સૂત્રથી શીલ અર્થમાં મૌ ધાતુથી રુ પ્રત્યય આવ્યો છે.
૨. ઇહલોક (મનુષ્યને મનુષ્યથી) ભય, પરલોક(=મનુષ્યને તિર્યંચ વગેરેથી) ભય, આદાન (કોઇ લઇ જશે એવો) ભય, અકસ્માત્ (વિજળી વગેરેનો) ભય, આજીવિકા (જીવન નિર્વાહનો) ભય, મરણ ભય, અપકીર્તિ ભય એમ સાત પ્રકારનો ભય છે.