________________
૨૧
સૂત્ર-૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭. ઉપઘાત થાય. આથી છ કાયોના સંરક્ષણ માટે સઘળી ઇંદ્રિયોના ઉપયોગરૂપ એષણા સમિતિ છે.
આદાનનિક્ષેપણાસમિતિ–આદાન=લેવું, નિક્ષેપણ=મૂકવું, સમિતિ= આગમાનુસાર પ્રત્યુપેક્ષણ અને પ્રમાર્જન. ઔધિક અને ઔપગ્રહિક ભેદવાળી ઉપધિને લેવા-મૂકવામાં આગમાનુસારે પ્રત્યુપેક્ષણ અને પ્રમાર્જન કરવું એ આદાનનિક્ષેપણસમિતિ છે.
આલોકિત પાન-ભોજન- આહારમાં ઉત્પન્ન થયેલા કે આગંતુક જીવોની રક્ષા માટે દરેક ઘરે પાત્રમાં લીધેલો આહાર ચક્ષુ આદિથી ઉપયુક્ત બનીને જોવો, ઉપાશ્રયમાં આવીને ફરી પ્રકાશવાળા સ્થાનમાં જોવો. પછી પ્રકાશવાળા સ્થાને બેસીને ભોજન કરવું. આ આલોકિત પાનભોજન ભાવના છે. ત શબ્દનો પ્રયોગ પ્રાણવધવિરતિની ભાવનાઓ આટલી જ છે એમ નિશ્ચિત કરવા માટે છે. આ પ્રમાણે પાંચ ભાવનાઓને વારંવાર ભાવતો વાસિત કરતો, અર્થાત્ પુષ્કળ કરતો સાધુ સંપૂર્ણ અહિંસાને પાળવા માટે સમર્થ થાય છે. હવે સત્યવચનની પાંચ ભાવનાઓનું પ્રતિપાદન કરતા ભાષ્યકાર કહે છે
સત્યવવસ્થ’ રૂત્યાદ્રિ સત્ય-અવિતથ. સત્ય વચન એટલે સત્ય અર્થનો સ્વીકાર કરનારું વચન. વિપરીત અર્થનું પ્રતિપાદન કરવું અને જેનાથી પ્રાણીનો ઉપઘાત થાય તેવું વચન અસત્ય વચન છે.
અનુવીચિ ભાષણ– અનુવવિ શબ્દ દેશી વચન છે અને આલોચનાના અર્થમાં છે. ભાષણ એટલે વચનને પ્રવર્તાવવું. તેથી અર્થઆછે-વિચારીને વચન પ્રવર્તાવવું બોલવું તે અનુવીચિ ભાષણ. વિચાર્યા વિના બોલનાર
ક્યારેક અસત્ય પણ બોલે. તેથી પોતાની લઘુતા થાય, બીજાઓની સાથે વૈર બંધાય, દુઃખ સહન કરવું પડે. આ આ લોક સંબંધી ફળ છે. અન્ય જીવોનો ઉપઘાત નિશ્ચિત છે. તેથી વિચારીને બોલવા વડે આત્માને ભાવિતા કરતો જીવ અસત્યવચનથી ઉત્પન્ન થયેલા પાપ વડે સ્પર્શતો નથી. ૧. જે ઉપધિ નિત્ય પાસે રાખી શકાય અને કારણે વાપરી શકાય તે ઔધિક છે, જે ઉપધિ કારણે રાખી શકાય અને કારણે વાપરી શકાય તે ઔપગ્રહિક છે.