________________
સૂત્ર-૩
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ મહાવ્રતથી પતન ન થાય એ માટે ભાવિત કરાય તે ભાવના. તત્ એવા સર્વનામથી અનંતર હોવાના કારણે મહાવ્રત એ પ્રમાણે સંબંધ કરાય છે, અર્થાત્ તત્ એટલે મહાવ્રત. જો કે ભાષ્યકાર સામાન્યથી વ્રતસ્ય એ પ્રમાણે વિવરણ કરે છે, તો પણ તત્ પદગ્રહણના સામર્થ્યથી મહાવ્રતની સાથે સંબંધ છે, અર્થાત્ વ્રતસ્ય એટલે મહાવ્રતી એમ સમજાય છે. બીજાઓ તો કહે છે કે, બંને પણ વ્રતનો સંબંધ યોગ્ય છે. કોઈક શ્રાવકને પણ યથોક્ત ભાવના સમૂહ સંભવે છે. આ પ્રમાણે સંબંધનો ફેલાવો થાય, અર્થાત્ તત્ નો સંબંધ અણુવ્રત-મહાવ્રત બંનેમાં રહેવાથી વ્યાપક બને. વ્રતીની ભાવનાઓ વ્યાપક ઈષ્ટ છે, અર્થાત્ ભાવનાઓ સાધુ-શ્રાવકની બંનેની હોય એ ઈષ્ટ છે.
પ્રાણાતિપાતવિરતિ આદિ પાંચ પ્રકારના વ્રતની સ્થિરતા માટે દઢતા મેળવવા માટે, અર્થાત્ સ્થિરતારૂપ પ્રયોજનને ઉદ્દેશીને ભાવનાઓ અભ્યાસ કરાય છે. અભ્યાસ નહીં કરાતી ભાવનાઓથી મહાવ્રતો અભ્યાસ નહીં કરાતી વિદ્યાની જેમ મલીન થાય છે. પૂર્વી એ સ્થળે સામાનાધિકરણ્યથી છઠ્ઠી વિભક્તિ છે. એક એક વ્રતની ભાવનાઓ છે, પાંચેય સમુદિત વ્રતોની ભાવનાઓ નથી.
પૂર્વપક્ષ– પાંચ પાંચ એમ વીસા વિવક્ષિત છે. આથી એક એકની એમ પ્રાપ્ત થાય જ છે. જો એક એકની પ્રાપ્તિ ન થતી હોય તો વીસા નિરર્થક થાય.
ઉત્તરપક્ષ- વ્યાખ્યાનકારો સામાન્ય અને વિશેષ એ બંનેથી અર્થનું પ્રતિપાદન કરે છે. અહીં પવિધસ્થ વ્રતસ્ય એમ સામાન્યથી પ્રારંભ કરીને પછી સમુદાયમાં ન થાય એ માટે પ્રસ્થ એમ વિશેષથી કહે છે. પશ્ચ પ એમ વીસામાં બે વાર કથન છે.
બીજાઓ તો તલ્ચર્થ ભાવના પJપર્સ: એમ સૂત્ર ભણે છે બોલે છે. તેઓ આ પ્રમાણે કહે છે- સંખ્યાવાચી નામથી વીસા જણાતી હોય