________________
સૂત્ર-૧
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ પૂર્વપક્ષ– કાયા વગેરે ત્રણનું સૂત્રમાં ગ્રહણ કર્યું ન હોવાથી ભાષ્યમાં એ ત્રણનું ગ્રહણ ન કરવું જોઇએ.
ઉત્તરપક્ષ– આ દોષ નથી. આત્માએ વિરતિ સાધવાની છે. વિરતિ અવશ્ય કરણની અપેક્ષા રાખે છે અને તે કાયાદિ જ ઉચિત કરણ છે. અથવા પ્રમત્તયો ત્ એ લક્ષણ સૂત્રમાં યોગ શબ્દનું ગ્રહણ સર્વવ્રતોના વિશેષણ માટે છે. તેને ચિત્તમાં રાખીને ભાષ્યકારે વિવરણ કર્યું છે.
આમ્રવના અધ્યાયમાં બાકી રહેલા વક્તવ્યનો જ અધિકાર કરીને સાતમા અધ્યાયને કહે છે. વ્રત શબ્દનો લોકમાં શિષ્ટાચાર પ્રમાણે નિવૃત્તિમાં અને પ્રવૃત્તિમાં પ્રયોગ કરવામાં આવે છે. નિવૃત્તિમાં હિંસાથી વિરતિ નિવૃત્તિ વ્રત છે. જેમ કે વૃષલ(શુદ્ધ)ના અન્નનું વ્રત કરે છે–ત્યાગ કરે છે, અર્થાત્ વૃષલના અન્નથી નિવૃત્ત થાય છે. એ પ્રમાણે જાણીને જીવો પ્રાણાતિપાતાદિથી કેવળ નિવૃત્ત થાય છે, પણ અહિંસાદિ સ્વરૂપ ક્રિયાસમૂહને આચરતા નથી. આથી વ્રત શબ્દ અહિંસાદિ સ્વરૂપ અનુષ્ઠાનોમાં પ્રવૃત્તિ અર્થવાળો પણ છે, અર્થાત્ વ્રત શબ્દ નિવૃત્તિ-પ્રવૃત્તિ ઉભય અર્થવાળો છે. જેમકે દૂધનું વ્રત કરે છે દૂધ પીવામાં જ પ્રવર્તે છે. બીજામાં નહિ. (ભોજનમાં કેવળ દૂધ લે છે, બીજી કોઈ વસ્તુ લેતો નથી.) આ પ્રમાણે હિંસાદિથી નિવૃત્ત થયેલો જીવ શાસ્ત્રવિહિત ક્રિયા કરવામાં જ પ્રવર્તે છે. આથી કર્મક્ષય નિવૃત્તિ-પ્રવૃત્તિ ક્રિયાથી સાધી શકાય છે એમ જણાવે છે. નિવૃત્તિ-પ્રવૃત્તિ શાસ્ત્રકથિત હોવી જોઇએ. શાસ્ત્રકથિત નિવૃત્તિ-પ્રવૃત્તિ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય.
પૂર્વપક્ષ– ભાષ્યકાર વ્રત શબ્દને નિવૃત્તિ વચનવાળો જ કહે છે. પ્રવૃત્તિ વચનવાળો પણ નથી કહેતા, અર્થાત્ વ્રત શબ્દનો નિવૃત્તિ અર્થ જ કહે છે, પ્રવૃત્તિ અર્થ પણ નથી કહેતા. તેથી આ કેવી રીતે છે?
ઉત્તરપક્ષ– ભાષ્યકારનો અભિપ્રાય આ છે- નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ બેમાંથી કોઈ એકના ગ્રહણમાં અન્ય કોઈ એકનો બોધ થઇ જાય છે. કેમકે
૧. વૃષલ=શુદ્ર.