________________
સૂત્ર-૩૩ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૨૪૫ પર” એવા પદનું ગ્રહણ કર્યું હોવાથી ગ્રહણ કરનાર જ્ઞાન-ક્રિયાથી યુક્ત, ઇંદ્રિય-કષાયોનોવિજેતા, સ્વાધ્યાય-તપ-ધ્યાનને સેવનાર મૂલોત્તરગુણ રૂપ સંપત્તિથી યુક્ત હોય તેવું પાત્ર ઇચ્છાય છે. સ્વસ્થ દ્રવ્યનાતચાર્ગનિવસ્ત્રાલે પોતાના અન્ન-પાન અને વસ્ત્ર વગેરે દ્રવ્યવિશેષનો એવા ઉલ્લેખથી દેયનો નિર્દેશ કર્યો છે. સ્વસ્થ એટલે પોતાનું. દેય વસ્તુ પોતાની હોવી જોઇએ. લોકવિરુદ્ધ વ્યવહારથી અને ચોરીને લીધેલી ન હોવી જોઇએ.
દ્રવ્યનાતસ્ય દ્રવ્યવિશેષનું દાન. પુદ્ગલદ્રવ્યનું અને જીવદ્રવ્યનું દાન. પુદ્ગલદ્રવ્યનું દાન પણ બધા જ પુદ્ગલદ્રવ્યનું દાન નથી કરવાનું. અનેક જીવોના દુઃખનું કારણ એવા કુહાડો-હળ-દાતરડું-શસ્ત્ર વગેરેનું દાન નથી કરવાનું. તો કોનું દાન કરવું? અન્ન-પાન-વસ્ત્રાદિ પુદ્ગલદ્રવ્યનું દાન કરવું. આદિ શબ્દનું ગ્રહણ કર્યું હોવાથી આદિ શબ્દથી
ઔધિક અને ઔપગ્રહિક સઘળા ઉપકરણોનું ગ્રહણ કરવું. ઉદ્ગમઉત્પાદન-એષણાથી શુદ્ધ એવો સઘળો આહાર કે ઔષધિ-વસતિ-ઉપાધિ સાધુને બીજાની પાસેથી જ મેળવવાની હોય છે. તે આહાર વગેરે દાતાને અને ગ્રાહકને ઉપકારક થાય છે. કેમકે નિર્જરા ફળવાળો છે. જીવદ્રવ્યનું પણ બધા ય જીવદ્રવ્યનું દાન નથી કરવાનું. દાસ-દાસી-બળદ-વાહન વગેરેનું દાન નથી કરવાનું. કારણ કે દાસ વગેરે પોતે જ દુઃખી હોવાથી પીડાઈ રહ્યા છે. કહ્યું છે કે “જે પોતે દુઃખી ન હોય, બીજાઓને દુઃખનું કારણ ન હોય તેવું બીજાઓને આપેલું અનુગ્રહમાં વર્તે છે અનુગ્રહ કરનારું થાય છે. તેવું અસાવદ્ય દાન કરે.” પ્રવ્રયાની સન્મુખ થયેલ, પ્રવ્રયાને યોગ્ય, ગૃહસ્થ સ્વામી વડે અપાયેલ અને (તીર્થકરો વડે) અનુજ્ઞા અપાયેલ પુત્ર-દીકરીનો પુત્ર-ભાઈ-પત્ની વગેરે દ્વિપદ પણ દીક્ષા આપવા યોગ્ય છે. આ પ્રમાણે ઉક્ત નીતિથી દેશ અને કાળ પ્રમાણે સંગત એવા ચેતન કે અચેતન દ્રવ્યવિશેષને ગુણવાન પાત્રમાં આપવું. દેશકાળ આદિની અપેક્ષાએ પાત્રમાં યોજેલું(=આપેલું) આધાકર્મ આદિ દોષવાળું પણ સ્વર્ગ અને સુકુળમાં જન્મરૂપ ફળવાળું જ થાય છે અને પરંપરાએ મુક્તિરૂપ ફળવાળું પણ થાય. (૭-૩૩)