________________
સૂત્ર-૩૧ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૨૩૫ સચિત્ત વસ્તુનો આહાર કરવો. સચિત્ત ઠળિયો-બીજ-ગોટલી આદિથી સંબદ્ધ એવા પાકેલા બોર, ઉદુંબર અને આમ્રફલ આદિનું ભક્ષણ કરનારને સચિત્તસંબદ્ધઆહાર અતિચાર લાગે. સચિત્તથી સંમિશ્ર આહાર તે સચિત્તસંમિશ્રઆહાર. પુષ્પ-ફળ-ચોખા-તલ આદિથી મિશ્ર મોદક વગેરેનું ભક્ષણ કરનારને અભિષવઆહાર અતિચાર લાગે અથવા કુંથુઆ અને કીડી આદિ સૂક્ષ્મ જીવોથી સંમિશ્ર હોય એવી ખાવા લાયક વસ્તુનો આહાર કરવો તે અભિષવઆહાર છે. અથવા સુરા, કાંજી, માંસના પ્રકારો અને ખાદિમ વગેરે અનેક દ્રવ્યોના સમૂહથી તૈયાર થયેલ "સુરા, સીધુ, મધુવાર વગેરે અભિષવ દ્રવ્યો છે. તેવા દ્રવ્યનો ઉપભોગ અભિષવઆહાર છે.
દુષ્પક્વ એટલે બરોબર નહિ પકવેલું. નહિ સીઝેલા ચોખા(=ભાત), ફળ, લોષ્ટ, જવ, ઘઉં, ચૂલમંડક, કંફ્ટક( કોરડુ મગ) વગેરે દુષ્પકવ આહાર છે. દુષ્પકવ આહાર આ લોકમાં અનર્થકારી છે અને જેટલા અંશે સચિત્ત હોય તેટલા અંશે પરલોકને પણ હણે છે. (૭-૩૦)
टीकावतरणिका- उक्तमुपभोगव्रतातिचारविधानं, तदनन्तरं व्याख्यातातिथिसंविभागातिचारप्रदर्शनार्थमिदमुच्यते
ટીકાવતરણિકાØ– ઉપભોગપરિભોગના અતિચારો કહ્યા. હવે આના પછી કહેલા અતિથિસંવિભાગવ્રતના અતિચારોને બતાવવા માટે આ કહેવાય છે– બારમા વ્રતના અતિચારોसचित्तनिक्षेपपिधानपरव्यपदेशमात्सर्यकालातिक्रमाः
II૭-૩ સૂત્રાર્થ– સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, પરવ્યપદેશ, માત્સર્ય અને કાલાતિક્રમ એ પાંચ અતિથિસંવિભાગવતના અતિચારો છે. (૭-૩૧) ૧. સુરા વગેરે દારૂના પ્રકારો છે. ૨. લોષ્ટ શબ્દનો અર્થ મારા જાણવામાં આવ્યો નથી.