________________
સૂત્ર-૨૭ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૭
૨૨૯ સાર- હસવાપૂર્વક રાગવાળી અસભ્ય વાણી બોલવી તે કંદર્પ છે. “ૌચં નામ” રૂત્યાદ્રિ નામ શબ્દ વાક્યની શોભા માટે છે. મોહનીય કર્મોદયની તીવ્રતાથી થતી જે દુષ્ટકાયચેષ્ટા, તે દુષ્ટકાયચેષ્ટાથી સંયુક્ત એવી પૂર્વોક્ત હાસ્યવાળી વાણી બોલવી તે કૌત્કચ્ય છે. આમાં વાણીનો ઉચ્ચાર ગૌણ હોય છે અને કાયાની ચેષ્ટા મુખ્ય હોય છે.
નૌવન' ફત્યાદ્રિ મુખર એટલે વિચાર્યા વિના બોલનારો વાચાળ મનુષ્ય. તેને જ કહે છે- “સખ્યવહુપ્રતાત્વિમ્' તિ અસંબદ્ધ એટલે આગળ-પાછળના વચનની સાથે મેળ ન બેસે તેવું. જે બહુ બોલવાના સ્વભાવવાળો છે તે બહુપ્રલાપી. બહુપ્રલાપીનો ભાવ તે બહુકલાપિત. બહુપ્રલાપી મનુષ્ય સંબંધ વગરનું ગમે તેમ બોલે અને પોતાના આત્માનું કાર્ય ન સાધે.
મસમીક્ષ્યાધિરન' રૂતિ વિચાર્યા વિના કરતો મનુષ્ય જેનાથી પોતાની આત્માને નરકાદિનો અધિકારી બનાવે તે અધિકરણ. તે લોકમાં પ્રસિદ્ધ છે એવું ભાષ્ય છે. પોતાના ઉપયોગમાં આવતું ન હોવાથી જે પોતાને કોઈ ઉપકાર ન કરે અને કેવળ પર કાર્યને જ સાધે તે અસમીક્ષ્યાધિકરણ છે. એ પ્રમાણે વિવેકીલોકમાં પ્રસિદ્ધ છે.
3 મોડાયિત્વે રૂતિ લોકમાં પ્રસિદ્ધ જ એવો સંબંધ કરવામાં આવે છે, અર્થાત્ ઉપભોગાધિકત્વ લોકમાં પ્રસિદ્ધ જ છે. સ્નાન માટે આમળા (વગેરે) પોતાને જેટલા ઉપયોગમાં આવે તેટલા જ પીસાવે ઇત્યાદિ ક્રિયારૂપ ઉપભોગ છે. તેનાથી અન્યનું (=અન્ય માટે) આધિક્ય તે ઉપભોગાધિકત્વ. આ પ્રમાણે અનર્થદંડ વિરતિના પાંચ અતિચારો છે. (૭-ર૭)
टीकावतरणिका- अनर्थदण्डानन्तरोद्दिष्टसामायिकातिचारप्रसिद्ध्यर्थमिदमुच्यते
ટીકાવતરણિકાર્થ– અનર્થદંડ પછી તુરત નામથી નિર્દેશ કરાયેલા સામાયિકના અતિચારોની પ્રસિદ્ધિ માટે આ કહેવાય છે–