________________
૨૨૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૨૬
આદિનો શબ્દ કરીને સંબંધીઓને જણાવે. સંબંધીઓ તેના શબ્દને સાંભળીને તેની પાસે આવે.
અનુપાત શબ્દનો શબ્દ અને રૂપ એ બંનેની સાથે સંબંધ છે. જે શબ્દ તરફ જાય તે શબ્દાનુપાત. તે શ્રોતાપુરુષ જ શબ્દાનુપાત છે. અથવા શબ્દનું અનુપતન=ઉચ્ચારણ તે શબ્દાનુપાત. શબ્દનો તેવો ઉચ્ચાર કરે કે જેથી બીજાના કાનમાં શબ્દ પડે.
રૂપાનુપાત– પ્રયોજન ઉત્પન્ન થતાં શબ્દનો ઉચ્ચાર ન કરે કિંતુ પોતાના શરીરનું રૂપ(આકાર) બીજાઓને બતાવે, તેને જોવાથી તેને જોનારાઓ તેની પાસે આવે. આ રૂપાનુપાત છે.
પુદ્ગલક્ષેપ- પુદ્ગલક્ષેપ અતિચાર છે. પરમાણુ વગેરે મુદ્દગલ છે. પરમાણુઓના સંયોગથી બનેલા ક્યણુક વગેરે સૂક્ષ્મ-સ્થૂલ ભેટવાળા સ્કંધો પુદ્ગલ છે. તેમાં બાદર આકાર રૂપે પરિણમેલા ઢેકું-ઇંટ-કાઇસળી વગેરેને ફેંકવું તે પુદ્ગલક્ષેપ છે. વિશિષ્ટ પ્રદેશથી આગળ નહિ જવાનો અભિગ્રહ થતાં કાર્યાર્થી આગળ જઈ ન શકવાથી બીજાઓને જણાવવા ઢેકું વગેરે ફેંકે. ઢેકું વગેરે પડ્યા પછી તુરત તેઓ તેની પાસે દોડી આવે છે. આ પ્રમાણે આ પાંચ દેશવ્રતના અતિચારો છે. કારણ કે ગમનાગમનથી થયેલ જીવવધનો ત્યાગ કરવાની ઇચ્છાથી ગૃહસ્થો દેશાવગાશિકવ્રત ગ્રહણ કરે છે. સ્વયંજીવહિંસા કરી હોય કે બીજાઓ દ્વારા કરાવી હોય તેમાં ફળમાં કોઈ ભેદ નથી. બલકે સ્વયં જવામાં કેટલોક પણ લાભ જણાય છે. કારણ કે પોતે જવાના માર્ગની વિશુદ્ધિમાં(=જોઈને ચાલવામાં) કુશળ છે. પ્રમાદવાળા બીજાના જવામાં જીવહિંસાનો સંભવ છે. (૭-૨૬)
टीकावतरणिका-एवं कथिता देशव्रतातिचाराः, अनर्थदण्डविरतेरतिचाराभिधित्सयेदमुच्यते
ટીકાવતરણિકાળું—આ પ્રમાણે દેશવ્રતના અતિચારો કહ્યા. અનર્થદંડવિરતિના અતિચારો કહેવાની ઇચ્છાથી આ કહેવાય છે–