________________
સૂત્ર-૨૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
અભિગ્રહ કર્યો હોય કે આટલાં ક્ષેત્રો અને વાસ્તુને છોડીને બાકીનાનું પચ્ચક્ખાણ. પછી ધારેલા કાળની અંદર સંકલ્પ કરેલા પ્રમાણથી અધિક ક્ષેત્ર-વાસ્તુનું ગ્રહણ કરવું એ ઇચ્છાપરિમાણનો અતિચાર છે.
૨૨૧
હિરણ્ય– હિરણ્ય એટલે ઘડેલી કે નહિ ઘડેલી ચાંદી. ચાંદીના વાસણ વગેરે અનેક પ્રકારનું હિરણ્ય છે.
સુવર્ણ— સુવર્ણ પણ તે પ્રમાણે જાણવું. સુવર્ણના ગ્રહણથી ઈંદ્રનીલમણિ, મરકત(લીલા રંગનો)મણિ વગેરે રત્નોનું ગ્રહણ થઇ જાય છે. બધાના અભિગ્રહ કરેલા પ્રમાણથી ઉલ્લંઘન કરવું એ અતિચાર છે. ધન– ધન શબ્દથી ગાય-ભેંસ-બકરી-ઘેટી-ઊંટ-અશ્વ-હાથી વગેરે ચતુષ્પદ પ્રાણીનું ગ્રહણ કરવું.
ધાન્ય— ચોખા-કોદરા-મગ-અડદ-તલ-ઘઉં-જવ વગેરે સઘળું ધાન્ય ગૃહસ્થે પરિમિત ગ્રહણ કરવું જોઇએ. સંકલ્પ કરેલા પ્રમાણથી અધિક ગ્રહણ કરવું એ અતિચાર છે.
દાસી-દાસ– દાસી-દાસ શબ્દથી કામ કરનારા નોકરો, ગુલામ તરીકે રાખેલા સ્ત્રી-પુરુષો, લગ્ન આદિ વિધિથી સ્વીકારેલી પત્ની વગેરે સઘળા દ્વિપદ પ્રાણીઓનું ગ્રહણ કરવું. અભિગ્રહમાં કરેલા પ્રમાણથી ઉલ્લંઘન કરવું એ અતિચાર છે. હંસ-મોર-કુકડો-પોપટ-મેના વગેરેનું પ્રમાણ વધે એ અતિચાર છે.
કુખ્ય– કાંસું-લોઢું-તાંબું-સીસું-કલઇ-માટીનાં વાસણો, વાંસ, બાંબુ, ઘાસ-કા-કુંડી-લઘુ જલપાત્ર, ખાટલો-માંચી આદિનું પ્રમાણથી અધિક ગ્રહણ કરવું એ અતિચાર છે.
આ પ્રમાણે આ પાંચ અતિચારો ઇચ્છાપરિમાણવ્રતના છે. (૭-૨૪) टीकावतरणिका - एवमेते पञ्च पञ्चाणुव्रतातिचारानभिधाय सम्प्रति दिग्व्रतादीनां क्रमेणातिचारानभिधातुमिच्छन्नाह - तत्र दिग्वतस्य तावत्