________________
૨૧૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૨૩ નફીડા રૂતિ અનંગ એટલે કામ.કર્મના ઉદયથી પુરુષને સ્ત્રી નપુંસક-પુરુષને સેવવાની ઇચ્છા અથવા હસ્તકર્મ આદિની ઇચ્છા, સ્ત્રીને પણ સ્ત્રી અને પુરુષને સેવવાની ઇચ્છા અથવા “હસ્તકર્મ' આદિની ઇચ્છા, નપુંસકને પુરુષ અને સ્ત્રીને સેવવાની ઇચ્છા અથવા હસ્તકર્મ આદિની ઇચ્છા, મોહોદયથી ઉત્પન્ન થયેલો આવા પ્રકારનો અભિપ્રાય કામ કહેવાય છે. બીજો કોઈ કામ નથી. તેથી ત્યાં ક્રિીડા કરવી=રમવું તે અનંગક્રીડા. સ્વલિંગથી કૃતકૃત્ય થવા છતાં કાઇ-વસ્ત્રફળ-માટી-ચામડું વગેરેથી બનાવેલા મૈથુનસેવનના કૃત્રિમ સાધનોથી ફરી સ્ત્રીના યોનિપ્રદેશનું મર્દન કરે જ છે તથા કામી મોહનીયકર્મની તીવ્રતાના કારણે કેશ ખેંચવા, પ્રહાર આપવો(Fકરવો) દાંત અને નખથી ક્ષત કરવો (વગેરે) કદર્થનાના પ્રકારોથી તે રીતે ક્રીડા કરે છે. રાગ બળવાન હોય ત્યારે બધાને અનંગક્રીડા ઉત્પન્ન થાય છે.
તીવ્રપનિવેશ: તિ તીવ્ર એટલે પ્રકર્ષને પામેલો. કામમાં અભિનિવેશ=આસક્તિ તે તીવ્રકામાભિનિવેશ, અર્થાત્ (મૈથુન સેવે) ત્યાં સુધી તેમાં જ ચિત્ત રહેવું. અન્ય સઘળા વ્યાપારો છોડીને કામના જ અધ્યવસાયવાળા બનવું. તીવ્રકામાભિનિવેશવાળા પુરુષને કામનું સેવન કરવા છતાં તૃપ્તિ ન થાય એથી મુખ, યોનિ, ગુદા, બગલ (વગેરે)માં લિંગ રાખીને મરેલાની જેમ ઘણીવાર સુધી પડ્યો રહે. (અરરર! કામની આ તે કેવી વિડંબના !) જેમ ચકલો ચકલી ઉપર વારંવાર આરૂઢ થાય તેમ
સ્ત્રી ઉપર વારંવાર આરૂઢ થાય. જેને વીર્યરૂપ મળ ઉત્પન્ન થયું નથી એવો પુરુષ વાજીકરણનો(જેનાથી વીર્ય અને બળ વધે તેવા ઔષધો વગેરેનો) ઉપયોગ કરે. આ ઔષધ પ્રયોગથી પુરુષ ગજuસેકી થાય. (જેમ હાથીના ગંડસ્થળમાંથી મદ ઝરે તેમ આનું વીર્ય ઝરે, અર્થાત્ અતિશય વીર્યવાળો થાય.) તુરગાવમર્દી થાય, અર્થાત્ ઘણા વીર્યવાળો થાય. આ પ્રમાણે આ અતિચાર પણ (સ્વસ્ત્રીસંતોષી અને પરસ્ત્રીત્યાગી એ) બંનેનો છે. આ પ્રમાણે આ બ્રહ્મચર્યવ્રતના અતિચારો છે. (૭-૨૩) ૧. જેમ અનંગક્રીડા બંનેનો અતિચાર છે તેમ કામાભિનિવેશ પણ બંનેનો અતિચાર છે.